સરકારે IRCON ના OFS અંગે અગત્યની માહિતી જાહેર કરી, શું સ્ટોકમાં તેજી આવશે?

IRCONના શેરનું વેચાણ સંસ્થાકીય અને છૂટક રોકાણકારોના રોકાણ સાથે ઓવરસબ્સ્ક્રાઇબ થયું છે અને તિજોરીને આશરે રૂ. 1,100 કરોડ એકત્ર કરવામાં મદદ કરશે. સરકાર લગભગ 7.53 કરોડ ઇક્વિટી શેરનું વેચાણ કરી રહી છે જે રેલ્વે પબ્લિક સેક્ટર યુનિટ -PSUમાં 8 ટકા છે.

સરકારે IRCON ના OFS અંગે અગત્યની માહિતી જાહેર કરી, શું સ્ટોકમાં તેજી આવશે?
| Edited By: | Updated on: Dec 09, 2023 | 7:10 AM

IRCONના શેરનું વેચાણ સંસ્થાકીય અને છૂટક રોકાણકારોના રોકાણ સાથે ઓવરસબ્સ્ક્રાઇબ થયું છે અને તિજોરીને આશરે રૂ. 1,100 કરોડ એકત્ર કરવામાં મદદ કરશે. સરકાર લગભગ 7.53 કરોડ ઇક્વિટી શેરનું વેચાણ કરી રહી છે જે રેલ્વે પબ્લિક સેક્ટર યુનિટ -PSUમાં 8 ટકા છે. બે દિવસની ઓફર ફોર સેલ દ્વારા આ ઓએફએસ માટે ફ્લોર પ્રાઇસ 154 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.

શેર વેચાણથી સરકારી તિજોરીને લગભગ રૂપિયા 1,100 કરોડ મળશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ – DIPAMના સેક્રેટરીએ શુક્રવારે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “IRCON OFSનો બીજો દિવસ રિટેલ રોકાણકારોના 3.01 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે સારા રસ સાથે બંધ થયો હતો.”

The second day of IRCON OFS closed with good interest from retail investors with 3.01 times subscription. We thank all investors for their participation. pic.twitter.com/U6Nj6oVVJu

સરકારનો 73.18 ટકા હિસ્સો

સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. 2,400 કરોડના મૂલ્યના IRCON ઇન્ટરનેશનલના 15.66 કરોડથી વધુ શેર માટે બિડ કરી હતી, જે તેમના માટે આરક્ષિત હિસ્સાને 4.63 ગણી વધારે સબસ્ક્રાઇબ કરી હતી. હાલમાં સરકાર પાસે એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપની IRCONમાં 73.18 ટકા હિસ્સો છે.

શુક્રવારે NSC પર IRCONનો શેર 0.031 ટકાના વધારા સાથે રૂ. 160.80 પર બંધ થયો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં, સરકારે CPSEsમાં લઘુમતી હિસ્સો વેચીને રૂ. 8,859 કરોડ ઊભા કર્યા છે. બજેટમાં ભારત સરકાર દ્વારા સરકારી એકમોના ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા રૂપિયા 51,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

DIPAM સેક્રેટરીનું નિવેદન

તુહિન કાંત પાંડે- સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટએ જણાવ્યું હતું કે,  સરકાર ગ્રીનશૂ વિકલ્પ સહિત આઠ ટકા ઇક્વિટીનું વિનિવેશ કરશે.

સરકાર IRCONમાં 8 ટકા હિસ્સો એટલે કે 7.53 કરોડ ઈક્વિટી શેર 154 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચશે. જો આ વેચાણ ઓફર સંપૂર્ણપણે સફળ થશે, તો તે સરકારી તિજોરીમાં આશરે રૂ. 1,100 કરોડ લાવશે. સરકાર હાલમાં રેલ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપની IRCONમાં 73.18 ટકા હિસ્સો ધરાવે છે.

ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં લઘુમતી હિસ્સો વેચીને અત્યાર સુધીમાં રૂ. 8,859 કરોડ એકત્ર કર્યા છે. નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં જાહેર સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી 51,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : સતત વૃધ્ધિ કરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસને વધુ મજબૂત કરવા બિમલ દયાલને અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડિયા લિ.ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો