મોદી સરકારે નાના રોકાણકારોને નવા વર્ષની આપી ભેટ, પોસ્ટ ઓફિસની આ સ્કીમો પર મળશે વધારે વ્યાજ

|

Dec 30, 2022 | 8:42 PM

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર 1 જાન્યુઆરીથી 7 ટકાના દરે વ્યાજ મળશે. હાલમાં આ સરકારી સ્કીમ પર વ્યાજ 6.8 ટકા છે. આજ રીતે સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં 7.6 ટકાની સામે હવે 8 ટકા વ્યાજ મળશે.

મોદી સરકારે નાના રોકાણકારોને નવા વર્ષની આપી ભેટ, પોસ્ટ ઓફિસની આ સ્કીમો પર મળશે વધારે વ્યાજ
Image Credit source: File Image

Follow us on

મોદી સરકારે વર્ષ 2022ના અંતમાં દેશવાસીઓને એક મોટી ભેટ આપી છે. મોદી સરકારે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણકારો માટે એક મહત્વનું પગલું લીધું છે. મોદી સરકારે સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર વ્યાજદર વધારી દીધી છે. જાન્યુઆરીથી માર્ચ માટે ઘણી સ્કીમો પર વ્યાજદર વધારવામાં આવ્યો છે. PTI મુજબ સરકારે શુક્રવારે પોસ્ટ ઓફિસની ફિકસ્ડ ડિપોઝિટ, NSC અને સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ પર વ્યાજદરમાં 1.1 ટકા સુધી વધારો કર્યો. આ વધારો 1 જાન્યુઆરીથી લાગુ થશે.

સરકારે આ વધારો હાલમાં વ્યાજના દરોમાં થયેલા વધારાને અનુરૂપ કર્યો છે. પબ્લિક પ્રોવિડન્ડ ફંડ અને સુકન્યા સમૃદ્ધી યોજનાના વ્યાજદરોમાં ફેરફાર કર્યો નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કેટલું મળશે વ્યાજ?

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર 1 જાન્યુઆરીથી 7 ટકાના દરે વ્યાજ મળશે. હાલમાં આ સરકારી સ્કીમ પર વ્યાજ 6.8 ટકા છે. આજ રીતે સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં 7.6 ટકાની સામે હવે 8 ટકા વ્યાજ મળશે.

ત્યારે 5 વર્ષની મુદ્દતની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ એટલે કે FD પર વ્યાજદર 1.1 ટકા સુધી વધી જશે. પોસ્ટ ઓફિસમાં હવે એક વર્ષની એફડી કરવા પર 5.5 ટકાની જગ્યાએ 6.6 ટકા વ્યાજ મળશે. ત્યારે પોસ્ટ ઓફિસમાં બે વર્ષના સમયગાળા પર FD કરવા પર 5.7 ટકાની જગ્યાએ 6.8 ટકાના દરે વ્યાજ મળશે. બે વર્ષની પોસ્ટ ઓફિસની એફડી પર વ્યાજદર 5.8 ટકાથી વધારીને 6.9 ટકા કરવામાં આવ્યું છે. 5 વર્ષની ટેક્સ સેવિંગ એફડી પર પોસ્ટ ઓફિસમાં વ્યાજ 6.7 ટકાથી વધારીને 7 ટકા થઈ ગયું છે.

KVP પર પણ મળશે વધારે ફાયદો

પોસ્ટ ઓફિસની માસિક આવક સ્કીમમાં પણ 6.7 ટકાની જગ્યાએ હવે 7.1 ટકાના દરથી વ્યાજ મળશે. જ્યારે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમમાં 1 જાન્યુઆરીથી 2023થી 7 ટકાની જગ્યાએ 7.2ના દરથી વ્યાજ મળશે. આ સ્કીમમાં જમા કરેલી રકમ પહેલા 123 મહિનામાં મેચ્યોર થતી હતી, હવે આ રાશિ 120 મહિનામાં મેચ્યોર થશે.

કેન્દ્ર સરકારે આ સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર વ્યાજદરોમાં ઘણા સમયથી કોઈ ફેરફાર કર્યો નહતો. ત્યારે નવા વર્ષ પર સ્મોલ સેવિંગ્સ સ્કીમના રોકાણકારોને સરકાર તરફથી નવા વર્ષની આ ભેટ મળી છે.

Next Article