પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણના સરકારના નિર્ણયથી સુગરના શેર્સમાં મીઠાશ આવી, જાણો નિર્ણયથી શું પડશે અસર

રાજ્યના સહકાર મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી સુગર ફેકટરીઓને પ્રોત્સાહન મળવા સાથે દેશના હૂંડિયામણની બચત થશે. આયાત ઘટવાથી અર્થતંત્ર મજબૂત બનશે.

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણના સરકારના નિર્ણયથી સુગરના શેર્સમાં મીઠાશ આવી, જાણો નિર્ણયથી શું પડશે અસર
પ્રતીકાત્મક તસ્વીર
| Edited By: | Updated on: Jun 29, 2021 | 11:56 AM

સતત મોંઘા થઇ રહેલા ઇંધણની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવા માટે સરકારે પેટ્રોલ સાથે 20 ટકા ઇથેનોલ મિશ્રણ કરવાની લક્ષ્યાંકે  સુગર સ્ટોક તરફ રોકાણકારોનું  ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે સુગર કંપનીઓને શેરડીનો રસ અને અનાજ આધારિત ઇથેનોલ ક્ષમતા ઉમેરવામાં પ્રોત્સાહિત કરવામાં આવશે. આવશ્યકતાઓનું પાલન કરવા માટે સરકાર ઓટો OEM અંગે સમયરેખા પણ નક્કી કરી છે. ખાંડ કંપનીઓ માટે આ સકારાત્મક રહેશે તેમ બ્રોકરેજે અહેવાલમાં જણાવ્યું છે.

વિશ્લેષકોનું માનવું છે કે વૈશ્વિક અને ઘરેલું બંને પરિબળોથી આ ક્ષેત્રે લાભ મેળવવાની તૈયારી કરી છે. વૈશ્વિક માંગ પુરવઠાની સ્થિતિ, સરકારની અનુકૂળ નીતિઓ અને ભારતમાં ઇથેનોલનું બ્લેન્ડીંગ કરવા માટે ઇન્વેન્ટરીને નિયંત્રણમાં રાખશે.

ગુજરાત રાજ્ય ખાંડ ઉત્પાદક સંઘના અધ્યક્ષ અને રાજ્યના સહકાર મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી સુગર ફેકટરીઓને પ્રોત્સાહન મળવા સાથે દેશના હૂંડિયામણની બચત થશે. આયાત ઘટવાથી અર્થતંત્ર મજબૂત બનશે.

પ્રભુદાસ લીલાધરના જોઇન્ટ એમડી દિલીપ ભટ્ટે જણાવ્યું હતું કે સરકારની ઇથેનોલ નીતિ ખાંડ કંપનીઓમાં સારી સંતુલન લાવી રહી છે અને આ નિર્ણય ફાયદાકારક બની શકે છે.

હાલના સ્તરે, Balrampur Chini અને EID Parry જેવા શેર સારી દિશામાં દેખાઈ રહ્યા છે અને આગામી એક થી દોઢ વર્ષમાં 30-40 ટકા જેટલું રિટર્ન આપી શકે છે. ડિસ્ટિલરી વ્યવસાય માટેનો દ્રષ્ટિકોણ સકારાત્મક લાગે છે. ઓટોમોટિવ ફ્યુલ સાથે ઇથેનોલનું મિશ્રણ વધારવામાં સરકારનું વધુ ધ્યાન છે, આજે બ્રાઝિલના 48 ટકાના દાખલાને પગલે આગળ વધવાની સંભાવના છે.” દ્વારિકેશ સુગર ઇન્ડસ્ટ્રીઝના નાણાકીય વર્ષ 2020-21 (FY 21) ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે.

પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ કરવાના સરકારના પગલાથી સુગર કંપનીઓને શેરડીનો રસ અને અનાજ આધારિત ઇથેનોલની ક્ષમતા ઉમેરવામાં મદદ મળશે. શુક્રવારે શ્રી રેણુકા સુગરે 5 ટકા અપર સર્કિટનોંધાવી હતી. બજાજ હિન્દુસ્તાન, રાણા સુગર, કેએમ સુગર મિલ્સ, મવાના સુગર, ઉત્તમ સુગર, કેસીપી સુગર, સક્તી સુગર, પોની સુગર્સ અને રાજશ્રી સુગર્સ ની પણ BSE માં ઉપલી સર્કિટ રહી છે.

શ્રી રેણુકા સુગર્સ તેની ઇથેનોલ ક્ષમતા વધારવા માટે 450 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. “ઇથેનોલ મિશ્રણ અંગે ભારત સરકારની નીતિઓને કારણે ઇથેનોલની અવિચારીત માંગને ધ્યાનમાં રાખીને કંપનીના નિયામક મંડળે ઇથેનોલના ઉત્પાદન માટે દરરોજ 970કિલો લિટરથી વધારીને 1,400-કિલો લિટર ક્ષમતાના વિસ્તરણને મંજૂરી આપી,” કંપનીએ જણાવ્યું હતું.

 

Published On - 11:54 am, Tue, 29 June 21