PF ધારકો માટે સરકારની મોટી ઘોષણા, હવે 5 લાખ સુધી નહીં લાગે ટેક્સ

|

Mar 24, 2021 | 7:43 AM

પ્રોવિડન્ટ ફંડને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. હવે પીએફ (PF) ખાતામાં 5 લાખ સુધીની ડિપોઝિટ ટેક્સ મુક્ત કરી દેવામાં આવી છે.

PF ધારકો માટે સરકારની મોટી ઘોષણા, હવે 5 લાખ સુધી નહીં લાગે ટેક્સ
પ્રોવિડન્ડ ફંડ ઓફિસ

Follow us on

પ્રોવિડન્ટ ફંડને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. હવે પીએફ(PF) ખાતામાં 5 લાખ સુધીની ડિપોઝિટ ટેક્સ મુક્ત કરી દેવામાં આવી છે. 1 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે પીએફ ખાતામાં 2.5 લાખ સુધી રોકાણ કર મુક્ત રહેશે. જો તેનાથી વધુ રકમ જમા કરવામાં આવશે તો વધારાની રકમ પરના વ્યાજની આવક કરપાત્ર રહેશે. આ મર્યાદા બમણી કરીને 5 લાખ કરી દેવામાં આવી છે. હવે, જો તમે એક વર્ષમાં PF ખાતામાં પાંચ લાખ સુધીની રકમ જમા કરશો તો વ્યાજની આવક સંપૂર્ણપણે કરમુક્ત રહેશે.

આ નિયમ લાગુ થશે જ્યાં નિવૃત્તિ ભંડોળમાં એમ્પ્લોયર તરફથી કોઈ ફાળો ન હોય. લોકસભામાં ગઈકાલે ફાઇનાન્સ બિલ પાસ થયું છે. આ બિલ પર ચર્ચા દરમિયાન નાણાં પ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં મુક્તિ મર્યાદા 2.5 લાખથી વધારીને 5 લાખ કરવાની જાહેરાત કરી હતી. લોકસભામાંથી નાણાં બિલની મંજૂરી સાથે 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટની જાહેરાતને મંજૂરી આપવામાં આવી હતી.

પેટ્રોલ – ડીઝલ મામલે સરકાર ચર્ચા માટે તૈયાર
પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માંગ ઉભી થઈ છે. ફાઇનાન્સ બિલની રજૂઆત દરમિયાન વિપક્ષી નેતાઓએ પેટ્રોલ અને ડીઝલના ઊંચા દરોનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેને જીએસટીના દાયરામાં લાવવાની વાત કરી હતી. આ અંગે નાણામંત્રીએ કહ્યું કે સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા ચર્ચા કરવા તૈયાર હોવાનું કહ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જીએસટી પછી ભાવ કેટલો થશે?
જો આપણે જીએસટી વિશે વાત કરીએ તો તેમાં ઘણા સ્લેબ છે, જેના આધારે ટેક્સ વસૂલવામાં આવે છે. જો સૌથી મોટો સ્લેબ એટલે કે 28 ટકા સ્લેબ પણ પેટ્રોલના ભાવો પર લાદવામાં આવે તો હવેથી પેટ્રોલની કિંમતો ઘણી હદ સુધી ઘટાડવામાં આવશે. ટેક્સ ચૂકવ્યા પછી પણ પેટ્રોલની ખૂબ ઓછી કિંમત ચૂકવવી પડશે.

Next Article