GST News : જો તમે નકલી બિલ આપીને ટેક્સ ચોરી કરી રહ્યા છો તો હવે તમારી ખેર નથી. કારણ કે સરકારે આવા લોકો સામે કડક પગલા લેવા માટે કમર કસી છે. સરકારે ગુડ્સ એન્ડ સર્વિસેઝ ટેક્સ નેટવર્ક (GSTN)ને પીએમએલએ (PMLA) હેઠળ લાવવાનું નક્કી કર્યું છે. તેના માટે સરકારે નોટિફેક્શન પણ જાહેર કરી છે. GSTને એ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે, જેની જાણકારી ઈડી અને ફાઈનેશિયલ ઈન્ટેલિજેન્સ યુનિટ સાથે શેયર કરવી જરુરી છે.
આનો સીધો અર્થ એ છે કે હવે જીએસટીથી જોડાયેલા કેસમાં ઈડી અને એફઆઈયૂ દાખલ કરી શકે છે. સાથે જ ઈડી જીએસટી ચોરી કરનારા લોકો ફર્મ, કારોબારી કે ઈન્સ્ટીટયૂટ વિરુધ સીધી કાર્યવાહી કરવા માટે આગળ આવી શકે છે. તેનાથી ઈડીને જીએસટી ચોરીથી જોડાલેયા કેસમાં ઘણી મદદ મળશે.
આ પણ વાંચો : TCS Job Scam : TCS માં સામે આવ્યું 100 કરોડનું કૌભાંડ ! 4 અધિકારીઓ સસ્પેન્ડ
સૂત્રો અનુસાર, જીએસટી નેટવર્કનો ડેટા ઈડી અને એફઆઈયૂ સાથે શેયર કરવામાં આવશે. આ યાદીમાં હવે કુલ 26 એકમો છે. જો FIU અને EDને કોઈપણ GST આકારણીનો કોઈ શંકાસ્પદ ફોરેક્સ ટ્રાન્ઝેક્શન મળશે, તો તેઓ GSTN સાથે આ માહિતી શેર કરશે. ED નકલી GST નોંધણીના કેસની તપાસ કરી રહી છે. આ કિસ્સામાં એવું પ્રકાશમાં આવ્યું છે કે કેટલાક લોકોએ ચોરી કરેલા PAN અને આધારનો ઉપયોગ કરીને GST રજિસ્ટ્રેશન કરાવ્યું અને મની લોન્ડરિંગ માટે શેલ કંપનીઓ બનાવી.
આ પણ વાંચો : Higher Pension : હાઇ પેન્શન માટે બે દિવસમાં અરજી કરો, નહીંતર તમારે પાછળથી પસ્તાવું પડશે
કેન્દ્ર અને રાજ્ય સરકારે જીએસટી અધિકારીઓને ફિઝિકલ વેરિફિકેશન માટે 60,000 જીએસટી આઈડેન્ટિફિકેશન નંબરને પસંદ કર્યા. આખા દેશમાં ફીલ્ડ ટેક્સ ઓફિસર તેમનું વેરિફિકેશન કરી રહ્યા છે. તેમાંથી 50,000થી વધારે નંબરોને વેરિફાઈ કરી લેવામાં આવ્યા છે. તેમાંથી 25 ટકા નકલી હતા. હમણા સુધી 11 હજારથી વધારે જીએસટીએનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Pakistan: પાકિસ્તાને IMF સમક્ષ ફરી ભીખનો કટોરો ધર્યો, 3 અબજ ડોલરની માંગી લોન
સેન્ટ્રલ ઈનડાયરેક્ટ ટેક્સ અને બોર્ડ ઓફ કસ્ટમે ટેક્સ ટોરી રોકવા માટે આ પ્રકારના પ્રયાસ કરી રહી છે. સીબીઆઈસીના અધ્યક્ષ વિવેક જૌહરીએ ગયા મહિને કહ્યું હતું કે સરકાર નકલી બિલિંગ અને ફર્જી ચલણ પર અંકુશ લગાવવા અને ફર્જી બિઝનેસની ઓળખ કરવા માટે ગંભીર છે. કારણ કે સરકારનો હેતું જીએસટી ચોરીને રોકવાનો છે.