સરકારી ઓઇલ કંપનીઓ Model Retail Outlet Scheme શરૂ કરશે. 70 હજારથી વધુ આઉટલેટના નેટવર્ક માટે તૈયારી હાથ ધરાઈ

|

Nov 28, 2021 | 9:22 AM

આ યોજનામાં દેશભરમાં 70,000 થી વધુ રિટેલ આઉટલેટ્સની સઘન 5 સ્તરીય મૂલ્યાંકન પ્રક્રિયાનો સમાવેશ થાય છે, જેમાં મુખ્ય સેવા અને સગવડતાના પરિમાણો તેમજ સ્વચ્છ અને આરોગ્યપ્રદ શૌચાલય, ગ્રાહક કેન્દ્રિત નવીન તકો વગેરે જેવી ગ્રાહક સુવિધાઓને આવરી લેવામાં આવે છે.

સરકારી ઓઇલ કંપનીઓ  Model Retail Outlet Scheme શરૂ કરશે. 70 હજારથી વધુ આઉટલેટના નેટવર્ક માટે તૈયારી  હાથ ધરાઈ
PSU Oil Company

Follow us on

 ઈન્ડિયન ઓઈલ(Indian Oil), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(Bharat Petroleum Corporation Limited) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે(Hindustan Petroleum Corporation Limited) મોડલ રિટેલ આઉટલેટ સ્કીમ અને Darpan@petrolpump નામના ડિજિટલ ગ્રાહક ફીડબેક પ્રોગ્રામની જાહેરાત કરી છે. ત્રણ ઓઈલ PSU એ તેમના નેટવર્કમાં સેવાના ધોરણો અને સુવિધાઓ વધારવા માટે મોડલ રિટેલ આઉટલેટ્સ શરૂ કરવા હાથ મિલાવ્યા છે. જે દરરોજ 6 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે છે.

આ પહેલનું ઉદ્ઘાટન ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય સાથે શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શ્રી રામેશ્વર તેલી અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવવ શ્રી તરુણ કપૂરની હાજરીમાં કર્યું હતું.

ઝડપથી બદલાતા કન્ઝ્યુમર બિહેવિયર સાથે તાલમેલ જાળવી રાખવા અને રિટેલ આઉટલેટ્સમાં સારા ગ્રાહક અનુભવ પ્રદાન કરવા માટે OMCs આ પહેલ દ્વારા અપેક્ષિત ગ્રાહક સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે રિટેલ શોપના ધોરણોને બેન્ચમાર્ક બનાવવાનું લક્ષ્ય રાખે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ યોજનામાં દેશભરમાં 70,000 થી વધુ  રિટેલ આઉટલેટ્સની સઘન 5 સ્તરીય મૂલ્યાંકન પ્રક્રિયાનો સમાવેશ થાય છે, જેમાં મુખ્ય સેવા અને સગવડતાના પરિમાણો તેમજ સ્વચ્છ અને આરોગ્યપ્રદ શૌચાલય, ગ્રાહક કેન્દ્રિત નવીન તકો વગેરે જેવી ગ્રાહક સુવિધાઓને આવરી લેવામાં આવે છે. ડિજિટલ ઈન્ડિયાની અનિવાર્યતાને ધ્યાનમાં રાખીને રિટેલ આઉટલેટ્સને વેચાણની કામગીરી પૂરી પાડવામાં આવેલ સુવિધાઓ અને વેચાણના સ્થળે તેમના ડિજિટલ વ્યવહારોની ટકાવારીના આધારે 4 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા સારું પ્રદર્શન કરનારાઓને “શ્રેષ્ઠ” અને “ઉત્તમ” પુરસ્કારો અને સંબંધિત તેલ કંપનીઓ દ્વારા “રાજ્ય સર્વ પ્રથમ” એવોર્ડ આપવામાં આવશે. ડિજિટલ કસ્ટમર ફીડબેક પ્રોગ્રામ Darpan@Petrolpump એક અનન્ય ત્વરિત પ્રતિભાવ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે. ગ્રાહકોને આ દ્વારા તેમના મૂલ્યવાન પ્રતિસાદ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જે રિટેલ આઉટલેટ્સ પર સેવાના ધોરણોને વધારવામાં મદદ કરશે.

 

આ પણ વાંચો : કોરોનાના Omicron વેરિઅન્ટને કારણે WTOની બેઠક સ્થગિત, નવી તારીખની કોઈ જાણકારી નથી આપવામાં આવી

 

આ પણ વાંચો : ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ માટે કેન્દ્ર અને રાજ્ય મળીને લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવવા પર કરી રહ્યા છે કામ: પીયૂષ ગોયલ

Published On - 9:21 am, Sun, 28 November 21

Next Article