Google અને ભારતી એરટેલ વચ્ચે ભાગીદારી, 1 અબજ ડોલરનું રોકાણ કરશે ગુગલ, શેરમાં ઉછાળો

|

Jan 28, 2022 | 5:27 PM

ગૂગલે ભારતી એરટેલમાં 1 અબજ ડોલરની (લગભગ 7500 કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરી છે. અને ગૂગલ હવે એરટેલમાં 1.28 ટકા હિસ્સો ખરીદશે.

Google અને ભારતી એરટેલ વચ્ચે ભાગીદારી, 1 અબજ ડોલરનું રોકાણ કરશે ગુગલ, શેરમાં ઉછાળો
Google-Airtel Partnership (Symbolic Image)

Follow us on

અમેરિકાની દિગ્ગજ ટેક કંપની ગૂગલ (Google) અને ભારતી એરટેલે (Bharti Airtel)  દેશમાં પરવડે તેવા સ્માર્ટફોન અને 5G સેવાઓ પ્રદાન કરવા માટે ભાગદીરી કરી છે. ગૂગલે ભારતી એરટેલમાં 1 અબજ ડોલરના (લગભગ 7500 કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરી છે. આ ડીલની જાહેરાત બાદ ભારતી એરટેલના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. શરૂઆતના વેપારમાં શેરમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ગૂગલ આ રોકાણ ગૂગલ ફોર ઇન્ડિયા ડિજિટાઇઝેશન ફંડના ભાગરૂપે કરી રહ્યું છે.

સસ્તા સ્માર્ટ ફોન થશે ઉપલબ્ધ

આ ડીલ હેઠળ, Google 1 અબજ ડોલરમાંથી 70 કરોડ ડોલર દ્વારા ભારતી એરટેલમાં 1.28 ટકા હિસ્સેદારી ખરીદશે. બીએસઈને આજે આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતી એરટેલે સ્પષ્ટતા કરી છે કે ગૂગલ કંપનીમાં આ હિસ્સો 734 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદશે.  70 કરોડ ડોલરમાં ગુગલ સસ્તા ફોનને વિકસાવવા અને 5G ટેકનોલોજી પર સંશોધન કરવા માટે ભારતી એરટેલ સાથે મળીને કામ કરશે.

આ સિવાય બાકીના 30 કરોડ ડોલરનો ઉપયોગ કેટલાંક વર્ષો સુધી કોમર્શિયલ એગ્રીમેન્ટ તરીકે કરવામાં આવશે. આ સંદર્ભમાં એરટેલ દ્વારા જાહેર કરાયેલી રીલિઝ મુજબ, ગૂગલ સાથે ભાગીદારી કર્યા પછી તમામ કિંમતની શ્રેણીમાં મોબાઇલ ફોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, બંને કંપનીઓ 5G નેટવર્ક સંબંધિત કરાર હેઠળ સાથે મળીને કામ કરશે. બંને કંપનીઓ સાથે મળીને ભારતમાં બિઝનેસ માટે ક્લાઉડ ઇકોસિસ્ટમ વિકસાવશે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

રોકાણની જાહેરાત બાદ શેરમાં આવ્યો ઉછાળો

ભારતી એરટેલના ચેરમેન સુનિલ ભારતી મિત્તલ કહે છે કે એરટેલ અને ગૂગલ નવીન ઉત્પાદનો દ્વારા ભારતના ડિજિટલ ડિવિડન્ડના વિઝનને આગળ વધારશે. ફ્યુચર રેડી નેટવર્ક, ડિજિટલ પ્લેટફોર્મ, રાષ્ટ્રવ્યાપી વિતરણ ક્ષમતા અને પેમેન્ટ ઇકોસિસ્ટમ સાથે, કંપની Google સાથે સહયોગમાં આગળ વધશે. આ ભાગીદારી દ્વારા, ભારતની ડિજિટલ ઇકોસિસ્ટમ વધુ વ્યાપક અને મજબૂત થશે.

ભારતી એરટેલના જણાવ્યા અનુસાર, આ ભાગીદારી હેઠળ સસ્તા સ્માર્ટ ફોન વિકસાવવામાં આવશે. આ સાથે, વર્તમાન ભાગીદારીને 5G અને અન્ય ધોરણો માટે ભારત અનુસાર આગળ ધપાવવામાં આવશે. એરટેલમાં ગૂગલના રોકાણના સમાચાર બાદ કંપનીના શેરમાં 2 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. સવારે 10.30 વાગ્યે એરટેલનો શેર 1.68 ટકા વધીને 718.70 રૂપિયા પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : રશિયા અને યુક્રેન વચ્ચે તણાવથી ભારતમાં પેટ્રોલ – ડીઝલ મોંઘા થવાનો ભય, જાણો આજના ઇંધણના ભાવ

Published On - 5:16 pm, Fri, 28 January 22

Next Article