ગુગલે ખોટી માહિતિ ફેલાવવા બદલ ચાઈના સાથે સંકળાયેલી 2500 YouTube Channelsની લિંક ડીલીટ કરી નાખી,એપ્રિલથી જૂનનાં સમયગાળામાં ગુગલે કરી નાખ્યું ઓપરેશન

ગુગલે એક માહિતિમાં જણાવ્યું છે કે ખોટી માહિતિ YouTube ચેનલ પર આપવા સબબ ચીન સાથે સંકળાયેલી 2500 કરતા વધારે ચેનલને હટાવી દીધા છે. રીપોર્ટ પ્રમાણે એપ્રિલ અને જૂન વચ્ચે ગુગલ દ્વારા આ પગલું ઉઠાવવામાં આવ્યું હતું. કંપનીએ તેના ત્રણ માસિક બુલેટીનમાં કહ્યું છે કે મોટાભાગની હટાવવામાં આવેલી ચેનલ “સ્પેમી, બિન રાજકીય સામગ્રી” અપલોડ કરતા હતા. […]

ગુગલે ખોટી માહિતિ ફેલાવવા બદલ ચાઈના સાથે સંકળાયેલી 2500 YouTube Channelsની લિંક ડીલીટ કરી નાખી,એપ્રિલથી જૂનનાં સમયગાળામાં ગુગલે કરી નાખ્યું ઓપરેશન
http://tv9gujarati.in/google-e-khoti-m…elete-kari-nakhi/
| Edited By: | Updated on: Sep 20, 2020 | 11:26 PM

ગુગલે એક માહિતિમાં જણાવ્યું છે કે ખોટી માહિતિ YouTube ચેનલ પર આપવા સબબ ચીન સાથે સંકળાયેલી 2500 કરતા વધારે ચેનલને હટાવી દીધા છે. રીપોર્ટ પ્રમાણે એપ્રિલ અને જૂન વચ્ચે ગુગલ દ્વારા આ પગલું ઉઠાવવામાં આવ્યું હતું. કંપનીએ તેના ત્રણ માસિક બુલેટીનમાં કહ્યું છે કે મોટાભાગની હટાવવામાં આવેલી ચેનલ “સ્પેમી, બિન રાજકીય સામગ્રી” અપલોડ કરતા હતા.

રીપોર્ટ મુજબ અમેરિકા સ્થિત ટેક એક્સપર્ટે ચેનલોનાં નામ લીધા વગર કહ્યું કે આ પગલું અમેરીકા સ્થિત રાષ્ટ્રપતિની ચૂટણીથી પહેલા અનેક મુદ્દા પર સંયુક્ત રાજ્ય અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવ સમયે લેવામાં આવ્યું છે. બુધવારે વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે અમેરિકી પ્રશાસન TikTok અને મેસેન્જર એપ WeChat જેવી ચાઈનીઝ એપતી ચિંતિત છે અને તે એપ મહત્વપૂર્ણ ખતરો ઉભો કરી શકે તેમ તેમનું માનવું  છે.

બીજી તરફ TikTok તેની ચાઈના સાથેની લિંક અને સૂચના સરક્ષા સાથેનાં મુદ્દાઓને લઈ દુનિયાભરમાં નારાજગીનો સામનો કરી રહ્યું છે. આ પહેલા ટ્રમ્પે ચીનનાં આ વ્યવસાયને સમેટી લેવા માટે 15 સપ્ટેમ્બરની છેલ્લી સમયસીમા નિર્ધારિત કરી આપી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code


    
	
		

Published On - 9:15 am, Wed, 12 August 20