Vedanta ના રોકાણકારો માટે ખુશખબર , કંપનીએ પ્રતિ શેર 18.5 રૂપિયાના ડિવિડન્ડની કરી જાહેરાત

|

Sep 02, 2021 | 8:26 AM

વેદાંતાએ ડિવિડન્ડની રેકોર્ડ તારીખ 9 સપ્ટેમ્બર નક્કી કરી છે. વેદાંત લિમિટેડ Vedanta Resources ની પેટાકંપની છે. તે ભારત, દક્ષિણ આફ્રિકા, નામીબીયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં કામગીરી સાથે વૈશ્વિક સ્તરે અગ્રણી વૈવિધ્યસભર કુદરતી સંસાધન કંપની છે.

સમાચાર સાંભળો
Vedanta ના રોકાણકારો માટે ખુશખબર , કંપનીએ પ્રતિ શેર 18.5 રૂપિયાના ડિવિડન્ડની કરી જાહેરાત
New Rule For Fixed Deposit

Follow us on

મેટલ સેક્ટરની અગ્રણી કંપની વેદાંતા(Vedanta) ના શેરધારકો માટે સારા સમાચાર છે. વેદાંતાએ નાણાકીય વર્ષ 2021-22 માટે પ્રથમ વચગાળાના ડિવિડન્ડ (Vedanta Announces Interim Dividend)ની જાહેરાત કરી છે. કંપની 1 રૂપિયાની ફેસ વેલ્યુ પર શેર દીઠ રૂ. 18.5 નું ડિવિડન્ડ ચૂકવશે તેવી કંપનીના બોર્ડે બેઠક બાદ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ આ અંગે શેરબજારને જાણ કરી છે. બુધવારેના વેપારમાં વેદાંતનો શેર 1 ટકાથી વધુ તૂટ્યો છે અને તે NSE પર 299 રૂપિયા પર બંધ થયો હતો જ્યારે મંગળવારે તે 303 રૂપિયા પર બંધ થયો હતો. BSE પર શેર 298 રૂપિયા પર બંધ થયો હતો.

9 સપ્ટેમ્બર રેકોર્ડ તારીખ
વેદાંતાએ ડિવિડન્ડની રેકોર્ડ તારીખ 9 સપ્ટેમ્બર નક્કી કરી છે. વેદાંત લિમિટેડ Vedanta Resources ની પેટાકંપની છે. તે ભારત, દક્ષિણ આફ્રિકા, નામીબીયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં કામગીરી સાથે વૈશ્વિક સ્તરે અગ્રણી વૈવિધ્યસભર કુદરતી સંસાધન કંપની છે. આ એક ખાણકામ કંપની છે, જે લોખંડ, સોના અને એલ્યુમિનિયમ ખાણોમાં મોટો વ્યવસાય ધરાવે છે. કંપનીનું માર્કેટ કેપ 1,10,754 કરોડ રૂપિયા છે.

જૂન ક્વાર્ટરમાં નફો 312% વધ્યો
વેદાંતના જૂન ક્વાર્ટરના પરિણામો ઉત્તમ હતા. કંપનીનો નફો (PAT) 312 ટકા અથવા 4 ગણો વધીને 4280 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. કંપનીને કુલ આવકમાં વધારો કરવાનો લાભ મળ્યો છે. જૂન ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 16,998 કરોડ રૂપિયાથી વધીને 29,151 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપનીએ કહ્યું કે વેદાંતે રેકોર્ડ ઓપરેશનલ પરફોર્મન્સ આપ્યું છે. બજારમાં અનિશ્ચિતતા હોવા છતાં કંપનીએ એક ક્વાર્ટરમાં અત્યાર સુધીની સૌથી વધુ EBITDA હાંસલ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

સૂત્રો અનુસાર દાંત બોર્ડે બુધવારે નાણાકીય વર્ષ 2022 માટે શેર દીઠ રૂ. 18.50 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કંપની વચગાળાના ડિવિડન્ડના વિતરણ પર રૂ .6877 કરોડ રજૂ કરશે. માર્કેટ રેગ્યુલેટરને આપેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે, “કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક બુધવાર, સપ્ટેમ્બર 1 માં મળી હતી. આ બેઠકમાં રૂ. 18.50 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. કંપની રૂ. 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર 18.50 કંપની નાણાકીય વર્ષ 2021-2022માં વચગાળાના ડિવિડન્ડ આપવા માટે રૂ .6877 કરોડ ખર્ચ કરશે.

નાણાકીય વર્ષ 2021-2022 માટે આ પ્રથમ વચગાળાનું ડિવિડન્ડ હશે. વચગાળાના ડિવિડન્ડની ચુકવણી માટેની રેકોર્ડ તારીખ 9 સપ્ટેમ્બર હશે. એટલે કે, જે લોકો પાસે 9 સપ્ટેમ્બર સુધી વેદાંતના શેર હશે તેમને વચગાળાના ડિવિડન્ડનો લાભ મળશે.

 

આ પણ વાંચો : Share Market Today : શું શેરબજાર આજે નવા રેકોર્ડ બનાવશે કે બતાવશે નરમાશ ? જાણો આજના કારોબાર અંગેના અનુમાન

 

આ પણ વાંચો :  IPO : આ ગુજરાતી કંપની સહીત બે IPO લાવ્યા છે કમાણી માટેની તક, જાણો કંપની વિશે વિગતવાર

 

 

Next Article