Mukesh Ambani ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકો માટે ખુશખબર, ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીએ 1.50 લાખ કરોડનો ફાયદો નોંધાવ્યો

|

Jun 15, 2023 | 8:13 AM

એપ્રિલ મહિનામાં અથવા ચાલુ નાણાકીય વર્ષથી મુકેશ અંબાણી(Mukesh Ambani)ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(RIL)ના શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લગભગ અઢી મહિનામાં કંપનીના શેરમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે અને કંપનીના માર્કેટ કેપમાં રૂ. 1.5 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે.

Mukesh Ambani ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકો માટે ખુશખબર, ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીએ 1.50 લાખ કરોડનો ફાયદો નોંધાવ્યો

Follow us on

એપ્રિલ મહિનામાં અથવા ચાલુ નાણાકીય વર્ષથી મુકેશ અંબાણી(Mukesh Ambani)ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(RIL)ના શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લગભગ અઢી મહિનામાં કંપનીના શેરમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે અને કંપનીના માર્કેટ કેપમાં રૂ. 1.5 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે. આજે કંપનીનો શેર રૂ.2,550ની સપાટી વટાવીને બંધ થયો હતો. જે પાંચ મહિનાની ટોચે પહોંચી ગયો છે.  અહેવાલમાં અમે  તમને એ પણ જણાવીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં કેવી તેજી જોવા મળી રહી છે.

કંપનીના શેર કેમ વધી રહ્યા છે?

એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર બુધવારે 5 મહિનાની ટોચે પહોંચ્યો હતો. સ્ટોક રૂ. 2,550ના સ્તરને વટાવી ગયો છે, જે છેલ્લે 11 જાન્યુઆરી, 2023ના રોજ જોવા મળ્યો હતો. બર્નસ્ટેઇન રિસર્ચ દ્વારા RIL પર “આઉટપર્ફોર્મ” રેટિંગ આપ્યા બાદ અને 22 ટકાની સંભવિત વૃદ્ધિની અપેક્ષા રાખ્યા બાદ શેરમાં વધારો જોવા મળ્યો છે. RIL 2030માં નવા એનર્જી બિઝનેસમાંથી 10 બિલિયન ડોલરની સંભવિત આવક ઊભી કરી શકે છે. બર્નસ્ટેઈનનો અંદાજ છે કે 2030 સુધીમાં રિલાયન્સ અનુક્રમે 60%, 30% અને 20% સોલર, બેટરી અને હાઈડ્રોજન TAM કબજે કરી શકે છે.

અઢી મહિનામાં 10 ટકાનો વધારો

છેલ્લા અઢી મહિનામાં અથવા ચાલુ નાણાકીય વર્ષમાં રિલાયન્સના શેરમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. 31 માર્ચે બજાર બંધ થયું ત્યારે કંપનીનો શેર રૂ.2331.05 પર હતો, જે આજે રૂ.2,550ની સપાટી વટાવી ગયો હતો. મતલબ કે 219 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જો આપણે આજની વાત કરીએ તો રિલાયન્સ ઓન સેન્સેક્સ 1.28 ટકાના વધારા સાથે રૂ. 2,552.60 પર બંધ થયો હતો. જો કે, કંપનીનો શેર પણ ટ્રેડિંગ સેશન દરમિયાન રૂ. 2,555 પર પહોંચ્યો હતો. એક દિવસ પહેલા કંપનીનો શેર 2520.40 રૂપિયા પર બંધ થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

1.5 લાખ કરોડનું મૂલ્ય વધ્યું છે
રિલાયન્સના શેરમાં અઢી મહિનામાં 10 ટકાનો વધારો થયો છે, જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં પણ વધારો જોવા મળ્યો છે. માહિતી અનુસાર, 31 માર્ચના રોજ કંપનીનું માર્કેટ કેપ રૂ. 15,77,097.76 કરોડ હતું, જે વધીને રૂ. 17,26,989.88 કરોડ થયું છે. આનો અર્થ એ થયો કે ત્યારથી કંપનીના માર્કેટ કેપમાં રૂ. 1,49,892.12 કરોડનો વધારો થયો છે. નિષ્ણાતોનું માનીએ તો આ સપ્તાહમાં રિલાયન્સના શેરમાં વધારો જોવા મળી શકે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:10 am, Thu, 15 June 23

Next Article