કેન્દ્રની મોદી સરકારે કેટલાક સરકારી કર્મચારીઓને ફરી દિવાળીની ભેટ આપી છે. કેન્દ્ર સરકારના છઠ્ઠા પગાર પંચ (6th pay commission)ની ભલામણો અને કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના પાંચમા પગાર પંચ (5th pay commission)ની ભલામણો હેઠળ મોંઘવારી ભથ્થું (DA Hike) વધારવામાં આવ્યું છે.
કોના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થયો?
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર છઠ્ઠા પગાર પંચની ભલામણો અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તે જ સમયે પાંચમા પગાર પંચની ભલામણોના આધારે સેન્ટ્રલ ઓટોનોમસ બોડીઝ (CAB Employees) ના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 12 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
વધારો ક્યારે લાગુ પડશે?
નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે આ વધારો 15 જુલાઈ 2021થી અમલી ગણવામાં આવશે. છઠ્ઠા પગાર પંચની ભલામણો અનુસાર કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય સ્વાયત્ત કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જે સંસ્થાઓને વેતન ચૂકવવામાં આવે છે તેમને મૂળ પગારના 189 ટકાથી વધારીને 196 ટકા કરવામાં આવ્યા છે.
પાંચમા પગાર પંચની ભલામણો અનુસાર, પગારદાર કર્મચારીઓનો DA અત્યાર સુધીમાં 356 ટકાથી વધારીને 368 ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્રના મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓના DAમાં વધારો કરવામાં આવ્યો છે જે ફ્રી-રિવાઇઝ્ડ સેલરી મેળવે છે.
કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને વધુ એક ભેટ આપવા જઈ રહી છે. કેન્દ્રીય કર્મચારીઓને પગારમાં ડીએ એરિયર પણ મળશે. તાજેતરમાં જ મોદી સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરીને 31 ટકા કર્યો છે. નાણા મંત્રાલયે 1 જુલાઈ, 2021 થી વધેલા DA વધારો પણ લાગુ કરી દીધો છે. કેન્દ્રીય કર્મચારીઓને કુલ 4 મહિનાનું DAનું એરિયર્સ મળશે. આનાથી તેમને આ મહિને પગાર વધારો મળશે.
વધેલા DAની ગણતરી
7મા પગાર પંચ હેઠળ DAમાં વધારો બેઝિક પગારના આધારે કરવામાં આવે છે. DA વધારાથી કેન્દ્ર સરકારના 47 લાખથી વધુ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. સરકારે કહ્યું કે DA અને મોંઘવારી રાહત (DR)ને કારણે સરકારી તિજોરી પર ખર્ચમાં વાર્ષિક રૂ 9,488.70 કરોડનો વધારો થશે. ચાલો આપણે બે અલગ અલગ પગારના આધારે ડીએમાં વધારો સમજીએ.
આ પણ વાંચો : ભારતની અર્થવ્યવસ્થા 10 ટકા કે તેથી પણ વધારે ઝડપથી વધશે, નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારનું અનુમાન
આ પણ વાંચો : Diwali Muhurat Trading 2021: દિવાળીમાં બે દિવસ બંધ રહેશે શેરબજાર પણ આ ખાસ સમયે મળશે કમાણીની તક , જાણો વિગતવાર