ગૌતમ અદાણીના આવ્યા સારા દિવસો! કમાણીમાં બનાવ્યો નવો રેકોર્ડ, જાણો મુકેશ અંબાણીથી છે કેટલા દૂર

ગૌતમ અદાણીએ મંગળવારે કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. અદાણી ગ્રૂપના શેરમાં થયેલા વધારાને કારણે તેની નેટવર્થમાં જોરદાર ઉછાળો આવ્યો અને તે અમીરોની યાદીમાં માટો જમ્પ માર્યો છે. અદાણીની નેટવર્થ એક જ ઝાટકે 12.3 બિલિયન ડૉલર એટલે કે લગભગ 10,25,40,18,00,000 રૂપિયા વધીને 82.5 બિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે.

ગૌતમ અદાણીના આવ્યા સારા દિવસો! કમાણીમાં બનાવ્યો નવો રેકોર્ડ, જાણો મુકેશ અંબાણીથી છે કેટલા દૂર
| Updated on: Dec 06, 2023 | 12:03 PM

મંગળવાર ગૌતમ અદાણી માટે ખુશીઓ લઈને આવ્યો હતો. બ્લુમબર્ગ અદાણી ગ્રુપના શેરમાં 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. આ કારણે, ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ એક જ ઝાટકે 12.3 બિલિયન ડૉલર એટલે કે લગભગ 10,25,40,18,00,000 રૂપિયા વધીને 82.5 બિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે. આ સાથે તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 15માં સ્થાને પહોંચી ગયા છે.

અદાણીની નેટવર્થમાં 38 બિલિયન ડોલરનો ઘટાડો

મંગળવારે અદાણીએ કમાણીના મામલામાં અન્ય તમામ અમીર લોકોને પાછળ છોડી દીધા હતા. હવે તે અમીરોની યાદીમાં મુકેશ અંબાણીથી માત્ર બે સ્થાન પાછળ છે. આ યાદીમાં અંબાણી 91.4 બિલિયન ડોલરની નેટવર્થ સાથે 13માં નંબરે છે. એશિયામાં અંબાણી પ્રથમ અને અદાણી બીજા ક્રમે છે. હવે બંનેની નેટવર્થમાં માત્ર 8.9 અબજ ડોલરનો જ તફાવત છે. આ વર્ષે, અદાણીની નેટવર્થમાં 38 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે, જ્યારે અંબાણીની નેટવર્થમાં 4.33 બિલિયન ડોલરનો વધારો થયો છે.

અદાણી ગ્રીન એનર્જી 20 ટકા સુધી વધ્યા

મંગળવારે અદાણી ગ્રુપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જી 20 ટકા સુધી વધ્યા હતા. આ સાથે ગ્રુપનું માર્કેટ કેપ 192646 કરોડ રૂપિયા વધીને 13,88,187 કરોડ રૂપિયા થઈ ગયું છે.

અદાણી ગ્રુપે આ આરોપોને નકાર્યા

જો કે, તે હજુ પણ જાન્યુઆરી કરતાં રૂ. 5,33,516 કરોડ ઓછા છે. ગયા વર્ષે અદાણી આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા હતા, પરંતુ આ વર્ષે 24 જાન્યુઆરીએ જાહેર કરાયેલ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ રિપોર્ટમાં ગ્રુપ પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા. અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા.

ગૌતમ અદાણીના મોટાભાઈની સંપતીમાં વધારો

મહત્વનું છે કે ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીના શેરમાં પણ ભારે તેજી જોવા મળી છે અને તેઓ બિલિનિયર્સની લિસ્ટમાં 86માં નંબરે આવી ગયા છે, તેઓ સાયપ્રસ દેશમાં રહે છે તેવુ ફોબ્સમાં જણાવવામાં આવ્યું છે. તેમની સંપતીમાં 4.2 બિલિયનનો વધારો થયો છે અને તેમની કુલ સંપતી 20.7 બિલિયને પહોચી ગઈ છે.

જાણો કોણ છે નંબર વન

વિશ્વના અમીરોની યાદીમાં એલોન મસ્ક 222 બિલિયન ડોલરની સંપત્તિ સાથે નંબર વન પર છે. મંગળવારે, તેમની નેટવર્થ 2.25 બિલિયન ડોલર વધી હતી. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ આ યાદીમાં 171 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ (169 બિલિયન ડોલર), બિલ ગેટ્સ (134 બિલિયન ડોલર) ચોથા, લેરી એલિસન (129 બિલિયન ડોલર) પાંચમા, સ્ટીવ બાલ્મર (129 બિલિયન ડોલર) છઠ્ઠા, વોરેન બફેટ (119 બિલિયન ડોલર) સાતમા, લેરી પેજ (119 બિલિયન ડોલર) આઠમાં છે. માર્ક ઝુકરબર્ગ (115 બિલિયન ડોલર) નવમા સ્થાને અને સેર્ગેઈ બ્રિન (113 બિલિયન ડોલર) દસમા સ્થાને છે.

આ પણ વાંચો: ગૌતમ અદાણી અને તેના રોકાણકાર થયાં માલામાલ, એક જ દિવસમાં રૂપિયા 1.92 લાખ કરોડની કમાણી કરી, આજે કેવી રહેશે સ્થિતિ?

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 12:02 pm, Wed, 6 December 23