સ્મોલ અને મીડકેપમાં સારી ખરીદારીએ બજારને વૃદ્ધિ આપી, સેન્સેક્સ ૯૪ અને નિફટી ૨૫ અંક વધ્યા

  પ્રારંભિક નરમાશ બાદ સતત વૃદ્ધિના પગલે આજના કારોબારી સત્રના અંતે બજાર સારી સ્થિતિમાં બંધ થયા છે. આજે નિફ્ટી 11247 જ્યારે સેન્સેક્સે 38067.93 પર બંધ થયા છે. સેન્સેક્સમાં ૦.૨૫ ટકા અને નિફટીમાં ૦.૨૨ ટકાનો વધારો નોંધાયો છે. દિવસના અંતે સેન્સેક્સ ૯૪ અને નિફટી ૨૫ અંકની વૃદ્ધિ નોંધાવી ચુક્યા હતા. આજના સત્રમાં સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં […]

સ્મોલ અને મીડકેપમાં સારી ખરીદારીએ બજારને વૃદ્ધિ આપી, સેન્સેક્સ ૯૪ અને નિફટી ૨૫ અંક વધ્યા
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:55 PM

 

પ્રારંભિક નરમાશ બાદ સતત વૃદ્ધિના પગલે આજના કારોબારી સત્રના અંતે બજાર સારી સ્થિતિમાં બંધ થયા છે. આજે નિફ્ટી 11247 જ્યારે સેન્સેક્સે 38067.93 પર બંધ થયા છે. સેન્સેક્સમાં ૦.૨૫ ટકા અને નિફટીમાં ૦.૨૨ ટકાનો વધારો નોંધાયો છે. દિવસના અંતે સેન્સેક્સ ૯૪ અને નિફટી ૨૫ અંકની વૃદ્ધિ નોંધાવી ચુક્યા હતા.

આજના સત્રમાં સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનો જુવાળ જોવા મળ્યો હતો.બજાર બંધ થયું ત્યારે આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી અને ફાર્મા 0.17-1.34 શેરોમાં ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.02 ટકાના વધારાની સાથે 21,415.70 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, મેટલ, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ઘટાડો નોંધાયો છે.

શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર       સૂચકઆંક          સ્થિતિ
સેન્સેક્સ   38,067.93     +94.71 (0.25%)
નિફટી      11,247.55       +25.15 (0.22%)

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:55 pm, Wed, 30 September 20