Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે

|

Jan 14, 2022 | 7:10 AM

Sovereign Gold Bond Scheme 2021-22 (SGB)ની નવી શ્રેણી આજે સમાપ્ત થઇ રહી છે.સોવરેન ગોલ્ડ બોન્ડ પર દર અડધા વર્ષે 2.50 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે.

Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે
Gold Price Today

Follow us on

શું તમે સોનામાં રોકાણ કરવા યોજના બનાવી રહ્યા છો? ખુલ્લા બજાર કરતા સસ્તું સોનુ ખરીદવા માટે તમારી પાસે છે તક. જોકે આજે સરકારની આયોજનનો લાભ લેવાનો છેલ્લો દિવસ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ચાલુ નાણાકીય વર્ષ માટે સોવરેન ગોલ્ડ બોન્ડની (Sovereign Gold Bond) સિરીઝના સબ્સ્ક્રિપ્શન માટે આજે 14 જાન્યુઆરી છેલ્લો દિવસ છે.

ગોલ્ડ સ્કીમ ફરી એકવાર પૈસા કમાવવાની તક આપી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સસ્તી કિંમતે સોનુ ઓફર કર્યું છે. સરકારી Sovereign Gold Bond Scheme 2021-22 (SGB)ની નવી શ્રેણી આજે સમાપ્ત થઇ રહી છે. આરબીઆઈની ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 સિરીઝ-9 10 જાન્યુઆરીએ ખુલી હતી અને 14 જાન્યુઆરી સુધી ખરીદવાની ઓફર અપાઈ હતી. આ બોન્ડ માટે 4,786 રૂપિયા પ્રતિ ગ્રામની ઇશ્યૂ કિંમત નક્કી કરવામાં આવી છે.

SGB ના શું છે લાભ?

સોવરેન ગોલ્ડ બોન્ડ પર દર અડધા વર્ષે 2.50 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. બોન્ડ પરના વ્યાજમાંથી આવક આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર છે. આ બોન્ડના ડોક્યુમેન્ટ અને ડીમેટ ફોર્મેટ બંને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સેકન્ડરી માર્કેટમાં વેપાર કરી શકાય છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે વ્યક્તિગત રોકાણકારોને SGB રિડીમ કરવા પર મળેલી મૂડી પર કેપિટલ ગેઇન્સ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. દરમિયાન RBI ની SGB યોજના 2021-22 ની છઠ્ઠી શ્રેણી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી છે. કોઈપણ રોકાણકાર આજની સમયમર્યાદામાં રોકાણ કરી શકે છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

SGB ​​માં રોકાણ કરવાના ફાયદા

  • ખાતરીપૂર્વકનું વળતર- સોવરેન ગોલ્ડ બોન્ડના રોકાણકારોને દર વર્ષે 2.5%ના દરે વ્યાજ મળશે. આ વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે મળશે.
  • કેપિટલ ગેઈન્સ ટેક્સમાંથી મુક્તિ: રિડેમ્પશન પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે નહીં.
  • લોન સુવિધા: લોન માટે કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકાય છે.
  • સ્ટોરેજની કોઈ સમસ્યા નથી: સુરક્ષિત, ભૌતિક સોનાની જેમ સ્ટોરેજની કોઈ સમસ્યા નથી.
  • લિક્વીડીટી: એક્સચેન્જો પર વેપાર કરી શકાય છે.
  • GST, મેકિંગ ચાર્જિસમાંથી મુક્તિ: ભૌતિક સોનાથી વિપરીત, ત્યાં કોઈ GST અને મેકિંગ ચાર્જ નથી.

ઓનલાઇન ખરીદી પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ

સરકારે આરબીઆઈ સાથે પરામર્શ કરીને, ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ પેમેન્ટ કરનારા ગ્રાહકોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે.  કોઈ પણ વ્યક્તિ ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ચેક અથવા ઈલેક્ટ્રોનિક બેંકિંગ દ્વારા ચૂકવણી કરવાનું પસંદ કરી શકે છે.

 

આ પણ વાંચો : LIC IPO : માર્ચ સુધી આવશે દેશનો સૌથી મોટો IPO, જાણો SEBI સમક્ષ ક્યારે રજૂ થશે દસ્તાવેજ

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે? જાણો અહેવાલ દ્વારા

Published On - 7:09 am, Fri, 14 January 22

Next Article