Karva Chauth 2022 : કરવા ચોથ પર દેશભરમાં સોના-ચાંદીનું વેચાણ વધ્યું, સસ્તા ભાવે ખરીદીનો અવસર!

|

Oct 13, 2022 | 9:30 AM

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાએ જણાવ્યું કે, કરવા ચોથ પહેલા મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ.59500 અને સોનાનો ભાવ રૂ.51900 પ્રતિ દસ ગ્રામ નોંધાયો હતો.

Karva Chauth 2022 : કરવા ચોથ પર દેશભરમાં સોના-ચાંદીનું વેચાણ વધ્યું, સસ્તા ભાવે ખરીદીનો અવસર!
Gold - file image

Follow us on

કરવા ચોથ(karva chauth 2022) પર દેશમાં સોના-ચાંદીના વેપારમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. બે વર્ષ બાદ કોરોના મહામારીની લહેરનો અંત આવ્યા બાદ હવે મહિલાઓ આ તહેવારમાં સોના(Gold)ની ખરીદી કરવા નીકળી રહી છે. વર્તમાન બજારની સ્થિતિ અનુસાર વેપાર સારો રહેશે તેવી અપેક્ષા વેપારીઓ રાખી રહ્યા છે. સારા કારોબારની આશા વ્યક્ત કરાઈ રહી છે.દિવાળીના તહેવારની મોસમમાં દેશભરના ઝવેરીઓ અને સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા લાખો લોકો કોવિડના બે વર્ષ બાદ આ વર્ષે સારા વેપારની અપેક્ષા રાખી રહ્યા છે. આ શ્રેણીમાં દેશભરના સોના-ચાંદીના વેપારીઓની નજર મહિલાઓના સૌથી પવિત્ર તહેવાર કરવા ચોથ પર ટકેલી છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD :   50911.00 6.00 (0.01%)  –  09 : 13 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52306
Rajkot 52327
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51600
Mumbai 50890
Delhi 51050
Kolkata 50890
(Source : goodreturns)

સારા વેચાણની સંભાવના

CAITના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે સોના અને ચાંદીના સ્થિર ભાવને કારણે સારા વેપારની અપેક્ષા છે. તેમણે જણાવ્યું કે હાલમાં MCXમાં ચાંદીની કિંમત 57900 અને સોનાની કિંમત 51 હજાર નીચે છે. ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જોકે સોનાના ભાવમાં ઘટાડો બહુ નથી. તેમ છતાં દેશભરના જ્વેલરી વેપારીઓને મોટી આશા છે. બે વર્ષ પછી કારવા ચોથના મોટા તહેવાર પર મોટા વેપાર થશે.

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાએ જણાવ્યું કે, કરવા ચોથ પહેલા મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ.59500 અને સોનાનો ભાવ રૂ.51900 પ્રતિ દસ ગ્રામ સુધી નોંધાયો હતો. બજારના જાણકારોના મતે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલના કારણે ભાવમાં વધારો થયો હતો. હવે ફરી ભાવ નીચે આવી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વેપારીઓમાં ઉત્સાહ

અરોરાએ કહ્યું કે આ જ કારણ છે કે દેશભરના ગ્રાહકો ખરીદવા માટે ઉત્સુક દેખાય છે. સોમવારે ચાંદીનો ભાવ 60 હજાર પ્રતિ કિલો હતો. સોનાનો ભાવ 52,300 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. હવે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 1000 રૂપિયા અને સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે. છેલ્લા એક સપ્તાહથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

અરોરાએ કહ્યું કે 4 ઓક્ટોબરે ચાંદીની કિંમત 61,500 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. હવે તમામ દુકાનદારોની નજર ગુરુવારે કરવા ચોથ પર થનારા કારોબાર પર છે.

Next Article