Gold Price Today : લગ્નની સીઝનમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ

|

Nov 29, 2022 | 10:57 AM

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ હજુ પણ દબાણ હેઠળ છે. સોનાનો હાજર ભાવ આજે 0.07 ટકા ઘટીને 1,749.75 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. તે જ સમયે, આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ચાંદીનો ભાવ આજે 0.20 ટકા ઘટીને 21.23 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થયો હતો.

Gold Price Today : લગ્નની સીઝનમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ
Gold - File Image

Follow us on

ભારતીય વાયદા બજારમાં આજે 29 નવેમ્બર મંગળવારના રોજ સોનાના ભાવ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં બંને કીમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ  પર આજે સોનાની કિંમત શરૂઆતના વેપારમાં 0.46 ટકા વધી છે. તે જ સમયે, વાયદા બજારમાં આજે ચાંદી વધીને કારોબાર કરી રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનાનો ભાવ 0.77 ટકા ઘટીને બંધ થયો હતો.સોમવારે વાયદા બજારમાં સવારે 9:10 વાગ્યા સુધી 24 કેરેટ શુદ્ધતાના સોનાની કિંમત 87 રૂપિયા વધીને 52,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.  આજે સોનામાં 52,247 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર કારોબાર શરૂ થયો હતો.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. ચાંદીની કિંમત ગઈકાલના બંધ ભાવથી રૂ. 384 વધીને રૂ. 61,275 પર ટ્રેડ થઈ રહી છે. MCX પર આજે ચાંદીનો ભાવ રૂ. 61,200 પર ખૂલ્યો હતો. એક વખત કિંમત ઘટીને 61,165 રૂપિયા થઈ ગઈ હતી. ત્યારબાદ સાવચેતી રાખ્યા બાદ તે 61,275 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :   52411.00 +238.00 (0.46%)  – સવારે  10: 46 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 54400
Rajkot 54420
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 53680
Mumbai 52880
Delhi 53040
Kolkata 52880
(Source : goodreturns)

આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ હજુ પણ દબાણ હેઠળ છે. સોનાનો હાજર ભાવ આજે 0.07 ટકા ઘટીને 1,749.75 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. તે જ સમયે, આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ચાંદીનો ભાવ આજે 0.20 ટકા ઘટીને 21.23 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થયો હતો. છેલ્લા એક મહિનામાં સોનાની કિંમતમાં 7.47 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, એક મહિનામાં ચાંદીના ભાવમાં 11 ટકાનો વધારો થયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી?

તમે ઘરે બેઠા BIS કેર એપ દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. જો સોનાનો લાઇસન્સ નંબર, હોલમાર્ક અથવા રજીસ્ટ્રેશન નંબર ખોટો હોય તો તમે સરકારને સીધી ફરિયાદ કરી શકો છો. ફરિયાદ નોંધાયા બાદ તમને આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેની પણ માહિતી મળશે.

Next Article