Gold Price Today : આજે સોનુ 2700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 15400 પ્રતિ કિલો સસ્તાં દરે મળી રહી છે

Gold Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં મજબૂતી જોવા મળી છે. સ્પોટ ગોલ્ડ $1.33ની મજબૂતાઈ સાથે $1,843.90 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. સ્પોટ સિલ્વર પ્રતિ ઔંસ 0.01 ડૉલર નરમ પડ્યો છે અને 21.74 ડૉલર પ્રતિ ઔંસ પર છે.

Gold Price Today : આજે સોનુ 2700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 15400 પ્રતિ કિલો સસ્તાં દરે મળી રહી છે
Gold Price Today
| Edited By: | Updated on: Feb 20, 2023 | 1:05 PM

Gold Price Today : આજથી સાપ્તાહિક કારોબારની શરૂઆત થઈ છે. જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખૂબ જ સારા અને મહત્વપૂર્ણ સમાચાર છે. તમારી પાસે રૂ. 2700 પ્રતિ 10 ગ્રામ સસ્તું સોનુઅને રૂ. 15400 પ્રતિ કિલો કરતાં સસ્તા દરે ચાંદી ખરીદવાની તક છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી સોના અને ચાંદીના ભાવમાં સતત બદલાવ નોંધાઈ રહ્યો છે. છેલ્લા બે સપ્તાહથી સોના-ચાંદીના ભાવમાં નરમાશ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં લગ્નસરાની સિઝનમાં સૌની નજર બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના વલણ પર રહે છે.

સોનાનો લેટેસ્ટ ભાવ (તારીખ 20-02-2023 , બપોરે 12.57 વાગે અપડેટ )

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :     56283.00    +26.00 (0.05%)
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 58320
Rajkot 58340
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 57600
Mumbai 56830
Delhi 57000
Kolkata 56830
(Source : goodreturns)

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનું સ્થિરથી મજબૂત સ્થિતિમાં હોવાનું કહેવાય છે જ્યારે ચાંદીના ભાવમાં નબળાઈ જોવા મળી રહી છે. જેની અસર સ્થાનિક વાયદા બજારમાં પણ જોવા મળી રહી છે. MCX ગોલ્ડ એપ્રિલ વાયદો સામાન્ય ફેરફાર સાથે રૂપિયા 56 283 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો હતો.  એમસીએક્સ ચાંદીના માર્ચ વાયદા રૂ. 32ના વધારા સાથે રૂ. 65,663 પ્રતિ કિલોએ બોલાઈ હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં મજબૂતી જોવા મળી છે. સ્પોટ ગોલ્ડ $1.33ની મજબૂતાઈ સાથે $1,843.90 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. સ્પોટ સિલ્વર પ્રતિ ઔંસ 0.01 ડૉલર નરમ પડ્યો છે અને 21.74 ડૉલર પ્રતિ ઔંસ પર છે.

મિસ્ડ કોલ દ્વારા સોનાનો ભાવ જાણો

નોંધનીય છે કે સોનાના દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આ રીતે સોનાની શુદ્ધતા તપાસો

તમને જણાવી દઈએ કે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ વડે ગ્રાહક સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, માત્ર સોનાની શુદ્ધતા જ નહીં પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.