Gold Price Today : અમેરિકાના આ પગલાંથી ભારતમાં સોનાના ભાવ નીચે ઉતરશે, વાંચો વિગતવાર

|

Jun 30, 2022 | 9:36 AM

બજારના જાણકારોનું કહેવું છે કે પશ્ચિમી દેશોમાં ક્રૂડની જેમ સોનાની આયાત પર પ્રતિબંધ લગાવ્યા બાદ રશિયા ફરી એકવાર ભારત તરફ વળી શકે છે. એપ્રિલમાં રશિયાએ ભારતને સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદવાની ઓફર કરી હતી.

Gold Price Today : અમેરિકાના આ પગલાંથી ભારતમાં સોનાના ભાવ નીચે ઉતરશે, વાંચો વિગતવાર
symbolic image

Follow us on

યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે(russia ukraine war) રશિયાની મુસીબતો દિવસેને દિવસે વધી રહી છે. જોકે આપત્તિની આ ઘડીમાં ભારત માટે કેટલીક તકો પણ દેખાઈ રહી છે. રશિયામાંથી સસ્તા સોનાની આયાતને લઈને નવી આશા જાગી છે કારણ કે અમેરિકા-યુરોપ હવે રશિયામાંથી સોનાની આયાત પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રવિવારે તાજેતરમાં કહ્યું હતું કે G-7 સભ્ય દેશો રશિયાથી સોનાની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરવા જઈ રહ્યા છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ લાદવામાં આવી રહેલા પ્રતિબંધોના દોરમાં આ એક નવો પ્રતિબંધ હશે.

બિડેન વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇંધણ પછી સોનું રશિયાની બીજી સૌથી મોટી નિકાસ છે. આવી સ્થિતિમાં રશિયામાંથી સોનાની આયાત પર અંકુશ મુકવાથી રશિયા માટે વૈશ્વિક બજારોમાં ભાગ લેવો મુશ્કેલ બનશે. આ દરમિયાન બિડેને પણ પોતાના ટ્વિટર સંદેશમાં કહ્યું હતું કે રશિયા તેના સોનાના વેચાણથી અબજો ડોલરની કમાણી કરે છે. તેના પર પ્રતિબંધ લગાવવાથી તેને મોટું આર્થિક નુકસાન થશે.

ભારત માટે સારી તક

બજારના જાણકારોનું કહેવું છે કે પશ્ચિમી દેશોમાં ક્રૂડની જેમ સોનાની આયાત પર પ્રતિબંધ લગાવ્યા બાદ રશિયા ફરી એકવાર ભારત તરફ વળી શકે છે. એપ્રિલમાં રશિયાએ ભારતને સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદવાની ઓફર કરી હતી. જે બાદ માત્ર બે મહિનામાં રશિયા પાસેથી ઓઈલની ખરીદી 50 ગણી વધી ગઈ છે. એવી અટકળો છે કે રશિયા ભારતને તેના સોનાની નિકાસ માટે ઓછી કિંમતે ઓફર પણ કરી શકે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રશિયાની સોનાની નિકાસ કેટલી છે?

તાજેતરના વર્ષોમાં સોનું એ ઊર્જા પછી રશિયાનું બીજું સૌથી મોટું નિકાસ ઉત્પાદન રહ્યું છે. વર્ષ 2020 માં રશિયાએ લગભગ 19 બિલિયન ડોલરના સોનાની નિકાસ કરી જે કુલ વૈશ્વિક સોનાની નિકાસના લગભગ 5 ટકા છે. ખાસ વાત એ છે કે રશિયન સોનાની લગભગ 90 ટકા નિકાસ માત્ર G-7 દેશોને જ મોકલવામાં આવતી હતી. તેમાંથી 90 ટકાથી વધુ સોનાની નિકાસ માત્ર બ્રિટનમાં જ થતી હતી

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD :     50736.00   +7.00 (0.01%) –  09:30 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે –  09:32 વાગે
Ahmedavad 52632
Rajkot 52652
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51090
Mumbai 51000
Delhi 51050
Kolkata 51000
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 47058
USA 46178
Australia 46231
China 46126
(Source : goldpriceindia)
Next Article