Gold Price Today : વૈશ્વિક બજારમાં સુધારાને કારણે આજે મંગળવારે સવારે ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. સોનાની કિંમત ફરી એકવાર 50,500 રૂપિયાની ઉપર પહોંચી ગઈ છે. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર 24 કેરેટ શુદ્ધતા સોનાની વાયદાની કિંમત સવારે 10 ગ્રામ દીઠ 50,609 સુધી ઉપલા સ્તરે પહોંચી હતી. આજે સોનામાં કારોબાર રૂ. 50,598થી શરૂ થયો હતો . સોનાની તર્જ પર આજે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર સવારે ચાંદીના વાયદાના ભાવ રૂ. 85 વધીને રૂ. 54,492 પ્રતિ કિલોગ્રામ થયા હતા. અગાઉ ચાંદીમાં કારોબાર રૂ. 54,610 પ્રતિ કિલોના ભાવે શરૂ થયો હતો.
લાંબા સમય બાદ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત 1,722.2 ડોલર પ્રતિ ઔંસ હતી. જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.15 ટકા વધુ છે. એ જ રીતે ચાંદીની હાજર કિંમત પણ 18.52 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી છે જે અગાઉના બંધ ભાવ કરતાં 0.63 ટકા વધુ છે.
નિષ્ણાતોની સલાહ છે કે યુએસ 10-વર્ષની બોન્ડ યીલ્ડ હજુ પણ ઘણી ઊંચી છે જ્યારે ડોલર બે દાયકાથી ટોચ પર છે અને બંને કારણો સોનાના ભાવ પર દબાણ લાવી રહ્યા છે. આ જ કારણ છે કે અત્યારે સોનાના ભાવમાં ખાસ ઉછાળો નહીં આવે. આવી સ્થિતિમાં રોકાણકારોએ સોનું વેચવાને બદલે હોલ્ડ કરવું જોઈએ. સોનાના ભાવમાં ટૂંક સમયમાં ફરી મોટો ઉછાળો જોવા મળી શકે છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર |
|
MCX GOLD : 50652.00 +116.00 (0.23%) – 11:50 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 52493 |
Rajkot | 52512 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 51490 |
Mumbai | 51160 |
Delhi | 51160 |
Kolkata | 51160 |
(Source : goodreturns) | |
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.