Gold Price Today : ભારત (India )અને સંયુક્ત આરબ અમીરાત (UAE) એ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવા અને ઓછા ખર્ચે માલસામાનની આપ-લે કરવાનો છે. આ કરારથી દેશના જ્વેલર્સ ઉદ્યોગને પણ ઘણો ફાયદો થશે અને સોનું સસ્તું (Cheaper Gold) થશે.
ધ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ચેરમેન યોગેશ સિંઘલ કહે છે કે આ કરારથી બંને દેશોમાં જ્વેલરી બિઝનેસને વેગ મળશે. ભારતીય ગ્રાહકોને પોષણક્ષમ ભાવે સોનાના દાગીના પણ મળશે. કરાર હેઠળ દુબઈ સરકાર હવે ભારત દ્વારા નિકાસ કરવામાં આવતી જ્વેલરી પર 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી વસૂલશે નહીં. તેનાથી ભારતની નિકાસમાં વધારો થશે અને જ્વેલરી ઉદ્યોગમાં નવી નોકરીઓનું સર્જન થશે.
કરારની બીજી મોટી અસર દુબઈથી સોનાની આયાત પર પડશે. ભારત સરકાર આ આયાત પર 1 ટકા ઓછી ઈમ્પોર્ટ ડ્યુટી વસૂલશે. એટલે કે ઈમ્પોર્ટ ડ્યુટી ની કિંમત વર્તમાન 7.5 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરવામાં આવશે. આનાથી ભારતીય ગ્રાહકો જ્યારે સોનાના દાગીના ખરીદશે ત્યારે તેમને પ્રતિ 10 ગ્રામ રૂ.500નો સીધો લાભ મળશે અને તેઓ દુબઈને બદલે ભારતમાંથી જ્વેલરી ખરીદવા આકર્ષિત થશે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર | |
MCX GOLD : 50439.00 361.00 (0.72%) – 09:52 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 52073 |
Rajkot | 52092 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 52000 |
Mumbai | 50460 |
Delhi | 50460 |
Kolkata | 50460 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર | |
Dubai | 46340 |
USA | 45483 |
Australia | 45373 |
China | 45470 |
(Source : goldpriceindia) |
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. હાલના સમયમાં સતત થઇ રહેલ વધારાથી કિંમત ધ્યાનમાં રહેવી જરૂરી છે.
આ પણ વાંચો : આફતમાંથી અવસર? કોરોના મહામારી દરમ્યાન કરોડપતિઓ સંખ્યામાં વધારો થયો, જાણો સર્વેના રસપ્રદ ફેક્ટ્સ
Published On - 9:56 am, Tue, 22 February 22