
આંતરરાષ્ટ્રીય બજાર અને ભારતીય વાયદા બજારમાં આજે સોમવાર 19 ડિસેમ્બરે સોના અને ચાંદીના ભાવ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાની કિંમત શરૂઆતના વેપારમાં 54354 ઉપર ખુલી હતી. ચાંદીનો ભાવ આજે વાયદા બજારમાં ગઈકાલના બંધ ભાવ કરતાં 0.48 ટકા વધુ મજબૂત થઈ રહ્યો હતો.સોમવારે વાયદા બજારમાં 24 કેરેટ શુદ્ધતાનો સોનાનો દર રાત્રે 9:35 વાગ્યા સુધી ગઈકાલનો બંધ ભાવ રૂ. 54,440 પ્રતિ 10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એકવાર કિંમત 54,482 રૂપિયા થઈ ગઈ હતી પરંતુ થોડા સમય પછી માંગના અભાવે ભાવ રૂ. 54,440 પર ટ્રેડ થવા લાગ્યો હતો
આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદી પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહી છે. ચાંદીનો ભાવ ગઈકાલના બંધ ભાવથી આજે રૂ. 325 વધીને રૂ. 67,975 પ્રતિ કિલો થયો છે. ચાંદીનો ભાવ આજે રૂ. 67,849 પર ખુલ્યો હતો. એકવાર કિંમત 68,000 રૂપિયા સુધી પહોંચી ગઈ. પરંતુ, પાછળથી ઘટીને રૂ. 67,975 પર આવી ગયો હતો.
| એક નજર સોનાના લેટેસ્ટ ભાવ ઉપર | |
| MCX GOLD : 54380.00 +80.00 (0.15%) – સવારે 01: 28 વાગે | |
| ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
| Ahmedavad | 55910 |
| Rajkot | 55930 |
| (Source : aaravbullion) | |
| દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
| Chennai | 55160 |
| Mumbai | 54110 |
| Delhi | 54260 |
| Kolkata | 54110 |
| (Source : goodreturns) | |
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. સોનાની હાજર કિંમત શુક્રવારના બંધ ભાવની સરખામણીમાં આજે 0.05 ટકા વધીને $1,793.73 પ્રતિ ઔંસ થઈ ગઈ છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં પણ આજે મજબૂતી આવી છે. ચાંદીનો ભાવ 0.10 ટકા વધીને 23.25 ડોલર પ્રતિ ઔંસ થયો છે.
સરકાર લોકોને સસ્તા દરે સોનું ખરીદવાની તક આપી રહી છે. ખરેખર, 19 ડિસેમ્બર, 2022 થી, સોવરિન ગોલ્ડ બોન્ડ 2022-23 (સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022-23 – સિરીઝ III) ની ત્રીજી શ્રેણીનું વેચાણ શરૂ થઈ રહ્યું છે. આ સ્કીમ માત્ર 5 દિવસ (19 થી 23 ડિસેમ્બર) માટે ખુલ્લી છે. આ દરમિયાન રોકાણકારોને બજાર કરતાં ઓછા દરે સોનું ખરીદવાની તક મળશે.
તમને જણાવી દઈએ કે સરકાર વતી આરબીઆઈ દ્વારા સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવે છે. સોવરિન ગોલ્ડ બોન્ડ 2022-23ની ત્રીજી શ્રેણી માટે ઇશ્યૂ કિંમત 5,409 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.
Published On - 3:31 pm, Mon, 19 December 22