Gold Price Today : સોનાના ભાવમાં નરમાશ આવી, જાણો તમારા શહેરનો 10 ગ્રામ સોનાનો ભાવ

|

Mar 29, 2023 | 10:17 AM

તમને જણાવી દઈએ કે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ વડે ગ્રાહક સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, માત્ર સોનાની શુદ્ધતા જ નહીં પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

Gold Price Today : સોનાના ભાવમાં નરમાશ આવી, જાણો તમારા શહેરનો 10 ગ્રામ સોનાનો ભાવ

Follow us on

Gold Price Today : નબળા વૈશ્વિક સંકેતોને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું તૂટીને 58900 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. આ પહેલા મંગળવારે સ્થાનિક બજારમાં સોનાની કિંમત 59,200 રૂપિયાને પાર કરી ગઈ હતી. ગઈ કાલે સોનામાં લગભગ 700 રૂપિયાનો મજબૂત વધારો જોવા મળ્યો હતો. તેનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની મજબૂતાઈ હતી. ડૉલરની નબળાઈને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. મંગળવારે વાયદા બજારમાં ચાંદી રૂ. 679ના વધારા સાથે રૂ. 70600 પ્રતિ કિલોગ્રામના ઉપલા સ્તરને સ્પર્શી ગઈ હતી. વૈશ્વિક બજારમાં  સોનું 20 ડોલર વધીને 1990ને પાર પહોંચ્યું  છે. ચાંદી 23.50 ડોલરની નજીક 8-સપ્તાહની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહી છે. ડૉલર ઇન્ડેક્સમાં સુસ્તીના કારણે  102ની નજીક નોંધાયો છે.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર ( 29-03-2023 , 10:00 am )
MCX GOLD :     58980.00 -62.00 (-0.11%)
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 61217
Rajkot 61232
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 60490
Mumbai 59670
Delhi 59820
Kolkata 59670
(Source : goodreturns)

 

મિસ્ડ કોલ દ્વારા સોનાનો ભાવ જાણો

નોંધનીય છે કે સોનાના દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

આ રીતે સોનાની શુદ્ધતા તપાસો

તમને જણાવી દઈએ કે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ વડે ગ્રાહક સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, માત્ર સોનાની શુદ્ધતા જ નહીં પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

સોનાની માંગમાં વધારો

સમગ્ર વિશ્વમાં નાણાકીય અસ્થિરતા જોવા મળી રહી છે અને મોંઘવારી પણ તેની ટોચ પર છે. જો અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ હોય તો તેનાથી બચવા અને ઓછામાં ઓછા સમયમાં સારું વળતર મેળવવા માટે સોનાથી સારી બીજી કોઈ સંપત્તિ નથી. નિષ્ણાતો કહે છે કે હાલમાં સોનાનું વળતર ઇક્વિટી માર્કેટ કરતાં સારું જોવા મળી રહ્યું છે અને તે ચાલુ રહેવાની શક્યતા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:17 am, Wed, 29 March 23

Next Article