Gold Price Today : 5 હજાર રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું, જાણો તમારા શહેરનો સોનાનો ભાવ

નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

Gold Price Today : 5 હજાર રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું, જાણો તમારા શહેરનો સોનાનો ભાવ
Gold Price Today
| Edited By: | Updated on: Oct 21, 2022 | 9:44 AM

MCX  ઉપર સોનુ આજે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આજે સોનુ 50,069.00 ઉપર ખુલ્યું જે 49,921.00 સુધી નીચલા સ્તરે જોવા મળ્યું હતું.વૈશ્વિક બજારોમાં નરમ વલણ વચ્ચે ગુરુવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું(Gold Price Today) રૂ. 66 ઘટીને રૂ. 50,516 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 50,582 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જોકે, ચાંદી રૂ. 101 વધી રૂ. 56,451 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 56,350 પ્રતિ કિલોના સ્તરે બંધ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું નીચામાં $1,630.8 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. જ્યારે ચાંદી પણ વધીને 18.46 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.

એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD :   49958.00 -185.00 (-0.37%)  –  09 : 37 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 51470
Rajkot 51490
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51120
Mumbai 50570
Delhi 50740
Kolkata 50570
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 44276
USA 43467
Australia 43572
China 43475
(Source : goldpriceindia)

5000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે

આ વર્ષે માર્ચમાં સોનાની કિંમત 55,000 રૂપિયાના સ્તરને સ્પર્શી ગઈ હતી. એટલે કે આ સમયે સોનું આ વર્ષના રેકોર્ડ હાઈ કરતાં 5000 રૂપિયા સસ્તું છે. HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજમાં વધારો ચાલુ રાખવાની સંભાવના પર ડૉલરની મજબૂતી અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો થવાને કારણે કોમેક્સ (કોમોડિટી માર્કેટ)માં સ્પોટ ગોલ્ડ ત્રણ અઠવાડિયા કરતાં વધુ ફ્લેટ રહી શકે છે.

સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી

તમે ઘરે બેઠા BIS કેર એપ દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. જો સોનાનો લાઇસન્સ નંબર, હોલમાર્ક અથવા રજીસ્ટ્રેશન નંબર ખોટો હોય તો તમે સરકારને સીધી ફરિયાદ કરી શકો છો. ફરિયાદ નોંધાયા બાદ તમને આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેની પણ માહિતી મળશે.

મિસ્ડ કોલથી ગોલ્ડ રેટ જાણવો ખૂબ જ સરળ છે

નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.