Gold Price Today : સસ્તું થયું સોનું, જાણો આજે તમારા શહેરમાં 1 તોલાની કિંમત શું છે?

|

Feb 23, 2022 | 11:55 AM

જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો જલ્દી ખરીદી કરવી જોઈએ. નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે 2022માં સોનાની કિંમત 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર જઈ શકે છે.

Gold Price Today : સસ્તું થયું સોનું, જાણો આજે તમારા શહેરમાં 1 તોલાની કિંમત શું છે?
Gold Price Today

Follow us on

છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ(Gold Price Today)માં સતત વધારો થયા બાદ આજે ઘટાડો દેખાઈ રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલમાં ડિલિવરી માટે સોનું 0.31 ટકા ઘટ્યું હતું. આ જ ચાંદીના ભાવ(Silver Price) પણ 0.23 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. ગઈ કાલે સોનું 0.76 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ ચાંદીમાં 1.10 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

ખરીદી કરવાની તક

જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો જલ્દી ખરીદી કરવી જોઈએ. નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે 2022માં સોનાની કિંમત 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર જઈ શકે છે.

સોના ચાંદીના ભાવ

એપ્રિલ ડિલિવરી માટે સોનું આજે 0.31 ટકા ઘટીને રૂ. 50,170 પ્રતિ 10 ગ્રામ થયું હતું. આજના કારોબારમાં ચાંદી 0.23 ટકાના ઘટાડા સાથે 64,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સર્વોચ્ચ સપાટીથી સોનું 6,030 રૂપિયા સસ્તું

ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત રૂ.56,200ની ઊંચી સપાટીએ પહોંચી હતી. આજે, MCX પર સોનાનો એપ્રિલ વાયદો રૂ. 50,460 પ્રતિ 10 ગ્રામ છે. આ જોતા સોનુ હજુ સર્વોચ્ચ સપાટીથી 6030 રૂપિયા સસ્તું માનવામાં આવી રહ્યું છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD : 50114.00 -214.00 (-0.43%) –  11:32 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 51710
Rajkot 51730
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51660
Mumbai 50180
Delhi 50180
Kolkata 50180
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 46694
USA 45591
Australia 45373
China 45570
(Source : goldpriceindia)

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. હાલના સમયમાં સતત થઇ રહેલ વધારાથી કિંમત ધ્યાનમાં રહેવી જરૂરી છે.

22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો

તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

 

આ પણ વાંચો :

 

આ પણ વાંચો :

Published On - 11:40 am, Wed, 23 February 22

Next Article