Gold : શું હાલમાં છે સોનામાં રોકાણનો ઉત્તમ સમય? જાણો શું છે નિષ્ણાતોની સલાહ

નિષ્ણાતો એમ પણ કહે છે કે જો અત્યારે પરિસ્થિતિ પર ધ્યાન આપીએ તો આગામી દિવસોમાં સોનાની માંગમાં વધારો થવાની ધારણા છે. આવી સ્થિતિમાં તેઓ રોકાણકારોને તેમાં નાણાં રોકવાની સલાહ આપી રહ્યા છે.

Gold : શું હાલમાં છે સોનામાં રોકાણનો ઉત્તમ સમય? જાણો શું છે નિષ્ણાતોની સલાહ
Gold - File Image
| Edited By: | Updated on: Oct 11, 2022 | 9:45 AM

દેશમાં તહેવારોની સિઝન(Festive season) શરૂ થઈ ગઈ છે. આ સમયમાં મોટી સંખ્યામાં લોકો સોનું ખરીદે છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવ(Gold Rate) માં વધારો પણ થઈ રહ્યો છે. ગયા મહિને સોનાની કિંમત 50,000 રૂપિયાની નીચે ચાલી રહી હતી જેમાં હવે વધારો જોવા મળી રહ્યો છે. સોનામાં તેજીનું કારણ એ છે કે તહેવારોની સીઝનને કારણે તેની માંગ વધી છે. આ સાથે વૈશ્વિક બજારમાં ઘણી બાબતોના પ્રભાવને કારણે સોનામાં વધારો થયો છે. હવે નિષ્ણાતો પણ લોકોને સોનામાં રોકાણ કરવાનું સૂચન કરી રહ્યા છે.

10 ઓક્ટોબરે રાતે 9 વાગે MCX ઉપર સોનુ 50976 રૂપિયા ઉપર ટ્રેડ થઇ રહયું  હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સોનુ તૂટ્યું હતું જેના કારણે સસ્તું સોનુ ખરીદવાની તક મળી રહી છે.  ડિસેમ્બર વાયદા માટે સોનુ 984.00 રૂપિયા અથવા 1.89% તૂટ્યું હતું.

એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD :   50845.00     -178.00 (-0.35%)  –  09 : 31 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52293
Rajkot 52314
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51530
Mumbai 51380
Delhi 51520
Kolkata 51380
(Source : goodreturns)

વૈશ્વિક બજારમાં સોનાની હાજર કિંમત હાલમાં 1,700 ડોલરની નજીક છે. નિષ્ણાંતોનું કહેવું છે કે વૈશ્વિક અને સ્થાનિક બજારમાં આવી ઘણી બાબતો છે જે સંકેત આપી રહી છે કે આગામી દિવસોમાં સોનું વધી શકે છે.

આ સિવાય છેલ્લા કેટલાક દિવસોમાં ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વિદેશી રોકાણકારોને અત્યારે સ્ટોક માર્કેટ અને ફોરેક્સમાં રોકાણ કરવું યોગ્ય નથી લાગતું. રૂપિયા ઉપરાંત અન્ય દેશોની કરન્સી જેમ કે યુરો, પાઉન્ડ વગેરે પણ રેકોર્ડ નીચલા સ્તરે છે. તેથી વિદેશી રોકાણકારો સોનામાં નાણાંનું રોકાણ કરવા તરફ આકર્ષાઈ રહ્યા છે.

ઓક્ટોબર મહિનો શરૂ થતાની સાથે જ તહેવારોની સિઝન આવી ગઈ છે. આ મહિને ધનતેરસ દિવાળીનો તહેવાર છે. આવી સ્થિતિમાં સોનાની માંગમાં મોટો વધારો થશે. નિષ્ણાતોનું માનવું છે કે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આગામી બે-ત્રણ મહિનામાં સ્થાનિક બજારમાં સોનાની કિંમત 53,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી શકે છે. તે જ સમયે, સોનાની વાયદા કિંમત 53 હજાર સુધી જઈ શકે છે.

નિષ્ણાતો એમ પણ કહે છે કે જો અત્યારે પરિસ્થિતિ પર ધ્યાન આપીએ તો આગામી દિવસોમાં સોનાની માંગમાં વધારો થવાની ધારણા છે. આવી સ્થિતિમાં તેઓ રોકાણકારોને તેમાં નાણાં રોકવાની સલાહ આપી રહ્યા છે. તેમનું માનવું છે કે રોકાણકારો તેમના રોકાણના 20 ટકા સોનામાં લગાવી શકે છે. તેમનું માનવું છે કે શેરબજારમાં જોવા મળતા ઘટાડા છતાં રોકાણકારોને બમ્પર વળતર મળવાની અપેક્ષા છે.