ભારત ટૂંક સમયમાં UAE માંથી કન્સેશનલ ડ્યુટી પર 140 ટન સોનું આયાત કરી શકે છે. આ આયાત દ્વિપક્ષીય વેપાર કરાર હેઠળ કરવામાં આવશે. ભારત ક્વોટા સિસ્ટમ દ્વારા 140 ટન સોનાની આયાત માટે નવી વિન્ડો ખોલશે જેને વેપારી ભાષામાં ટેરિફ રેટ ક્વોટા (TRQ) કહેવાય છે અને આ હેઠળ આયાતને મંજૂરી આપવામાં આવશે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ સંતોષ સારંગીએ જણાવ્યું હતું કે INDIA-UAE કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) ના સુધારેલા સરળ પાત્રતા માપદંડો અને ભારતીય આયાતકારો માટે અનુપાલન બોજ ઘટાડીને જૂના અને નવા અરજદારોને ગોલ્ડ TRQs ફાળવવામાં આવશે. DGFT મુજબ વર્તમાન અરજી પ્રક્રિયાથી અરજદારોના જૂથ અથવા વર્ગને ભૌતિક રીતે ફાયદો થશે નહીં.
બીજી તરફ અધિકારીઓએ કહ્યું કે ઉત્પાદકો અને જ્વેલર્સને આ વિન્ડોનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવશે. તેના પાત્રતા માપદંડમાં ફેરફાર કર્યા પછી ક્વોટા સિસ્ટમ હેઠળ આયાતને કારણે કોઈ આવકનું નુકસાન થશે નહીં એમ તેમણે જણાવ્યું હતું.
CEPA મુજબ, ભારત 2023-24માં UAEમાંથી 140 ટનની આયાત કરી શકે છે જેમાં અસરકારક કસ્ટમ ડ્યુટી અથવા મોસ્ટ ફેવર્ડ નેશન રેટની સામે 1 ટકાની ડ્યુટી કન્સેશન છે, જે 15 ટકા છે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે રાહત દરે 110 મેટ્રિક ટન સોનાની આયાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમાંથી માત્ર 81 લાખ ટનની આયાત કરવામાં આવી હતી. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર UAEએ માત્ર જ્વેલરી ઉત્પાદકોને સોનાના TRQ ફાળવવા અને તમામ આયાતકારોને ક્વોટા મેળવવા માટે લાયક બનવાની મંજૂરી આપવા જેવા પ્રતિબંધિત ધોરણો દૂર કરવા વિનંતી કરી હતી. સરકાર હવે ગોલ્ડ TRQ માટે નવી અરજીઓ આમંત્રિત કરવા માટે નવી વિન્ડો સિસ્ટમ જારી કરશે જે આયાતકાર નિકાસકાર કોડ ધરાવતા તમામ લોકો માટે ખુલ્લી રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:59 am, Fri, 28 April 23