તહેવારો દરમિયાન ગ્રાહકોના સકારાત્મક સંકેતો અને સોનાના ભાવ(Gold Price Today)માં ઘટાડાને કારણે આ ધનતેરસમાં જ્વેલરીની માંગ વધી શકે છે. જ્વેલર્સ આશા વ્યક્ત કરી રહ્યા છે કે ફુગાવાની ચિંતા અને જીવનનિર્વાહના વધતા ખર્ચને કારણે ઉદ્યોગ પણ સતર્ક છે. આ ચિંતાઓ હોવા છતાં ઉદ્યોગના દિગ્ગજ લોકો માને છે કે કારોબાર ગયા વર્ષની સમકક્ષ રહી શકે છે. ઈન્ડસ્ટ્રીના જણાવ્યા અનુસાર બિઝનેસે ગયા વર્ષે જ મહામારી પહેલાના લેવલને પાર કર્યું છે. આવી સ્થિતિમાં વધતી જતી મોંઘવારીની વચ્ચે પણ આ તહેવારમાં કારોબારના અગાઉના સ્તર પર રહેવું એક સારો સંકેત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે પણ ખરીદી કરવામાં આવે છે તે 13 ગણી વધી જાય છે. જો તમે પણ ધનતેરસ પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો સસ્તું સોનુ મળી રહ્યું છે.
ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)ના ચેરમેન આશિષ પેઠેએ જણાવ્યું હતું કે સોનાના ભાવમાં મંદી હોવા છતાં ઉદ્યોગ સાવચેત છે. હાલમાં, સોનાની કિંમત 47,000 – 49,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ છે અને સામાન્ય રીતે ગ્રાહક સેન્ટિમેન્ટ હકારાત્મક છે. પેઠેએ કહ્યું કે કોવિડ -19 રોગચાળાની પ્રથમ લહેરને કારણે જે લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા તે ગયા વર્ષે થયા હતા જેના કારણે માંગ વધી હતી. આવી સ્થિતિમાં 2021 માં ધનતેરસ પર સારું વેચાણ થયું હતું અને તે રોગચાળા પહેલાના સ્તરને પાર કરી ગયું છે. તેમણે કહ્યું, “આ વર્ષે ધનતેરસ પર ઘરેણાંની માંગ ગયા વર્ષની જેમ જ રહેવાની અપેક્ષા છે. 2021 ઉદ્યોગ માટે અસાધારણ વર્ષ હતું કારણ કે રોગચાળા પછી દેશ ધીમે ધીમે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે.
કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રમેશ કલ્યાણરમને જણાવ્યું હતું કે ગ્રાહકો અસંગઠિત ક્ષેત્ર કરતાં સંગઠિત ક્ષેત્રને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે અને આ રીતે સંગઠિત કંપનીઓને આ ધનતેરસ દરમિયાન ફાયદો થશે. PNG જ્વેલર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સૌરભ ગાડગીલે જણાવ્યું હતું કે તહેવારોની સિઝનની શરૂઆતથી આ વર્ષ ઘણું સારું રહ્યું છે. તેનું મુખ્ય કારણ સોનાના ભાવમાં આવેલી નરમાશ છે. “અમે અપેક્ષા રાખીએ છીએ કે ધનતેરસ અને દિવાળી દરમિયાન આ વલણ ચાલુ રહેશે કારણ કે જ્વેલરીની માંગ મજબૂત રહેશે. અમે આ વર્ષે વેચાણમાં આશરે 20 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ.
એક નજર સોનાના લેટેસ્ટ ભાવ ઉપર | |
MCX GOLD : 50635.00 492.00 (0.98%) – 21ઓક્ટોબર 23 : 29 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 52253 |
Rajkot | 52274 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 50900 |
Mumbai | 50450 |
Delhi | 50600 |
Kolkata | 50450 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર | |
Dubai | 43957 |
USA | 43129 |
Australia | 43137 |
China | 43136 |
(Source : goldpriceindia) |