Dhanteras : સોનાની ખરીદીનો શ્રેષ્ઠ સમય શું છે? આ મુહૂર્તમાં કરશો ધનતેરસ પૂજા તો દેવી લક્ષ્મી કૃપા વરસાવશે

|

Oct 22, 2022 | 9:13 AM

આજે  22 ઓક્ટોબર 2022, શનિવારે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. 22 ઓક્ટોબર ધનત્રયોદશી, સોનું ખરીદવાનો શુભ સમય સાંજે 06.02 થી શરૂ થશે જે 23 ઓક્ટોબરના રોજ સવારે 06.27 સુધી રહેશે. સોનું ખરીદવાનો કુલ સમયગાળો 12 કલાક 25 મિનિટનો રહેશે.

Dhanteras : સોનાની ખરીદીનો શ્રેષ્ઠ સમય શું છે? આ મુહૂર્તમાં કરશો ધનતેરસ પૂજા તો દેવી લક્ષ્મી કૃપા વરસાવશે
Know Best time to buy gold on Dhanteras 2022

Follow us on

ભારતમાં ધનતેરસ 2022(Dhanteras 2022) પર સોનું ખરીદવાનો શ્રેષ્ઠ સમય  કયો છે તે જાણવા આપણે ઉત્સુક રહીએ છીએ.  દિવાળી(Diwali 2022)નો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે. હિંદુ કેલેન્ડર મુજબ, ધનતેરસ દર વર્ષે કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને કુબેરજીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સાથે આ દિવસે સોનું, ચાંદી અને વાસણો ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે પણ ખરીદી કરવામાં આવે છે તે 13 ગણી વધી જાય છે. જો તમે પણ ધનતેરસ પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો શુભ સમયની ખબર હોવી જરૂરી છે.

આજે સોનું ખરીદવાનો શુભ સમય

આજે  22 ઓક્ટોબર 2022, શનિવારે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. 22 ઓક્ટોબર ધનત્રયોદશી, સોનું ખરીદવાનો શુભ સમય સાંજે 06.02 થી શરૂ થશે જે 23 ઓક્ટોબરના રોજ સવારે 06.27 સુધી રહેશે. સોનું ખરીદવાનો કુલ સમયગાળો 12 કલાક 25 મિનિટનો રહેશે.

ધનત્રયોદશીના શુભ ચોઘડિયા મુહૂર્ત

  • સાંજના મુહૂર્ત (લાભ) – સાંજે 06:02 થી 07:20 સુધી
  • રાત્રી મુહૂર્ત (શુભ, અમૃત, ચાર) – 08:55 PM થી 01:41 AM, 23 ઓક્ટોબર
  • ઉષાકાલ મુહૂર્ત (લાભ) – 04:51 AM થી 06:27 AM, 23 ઓક્ટોબર

ધનતેરસ પૂજા મુહૂર્ત

  • 22 ઓક્ટોબર 2022 શનિવારના રોજ ધનતેરસ પૂજા કરવી
  • ધનતેરસ પૂજા મુહૂર્ત – 07:01 PM થી 08:17 PM
  • સમયગાળો – 01 કલાક 16 મિનિટ

દીપ દાન ક્યારે થાય છે?

બે દિવસ સુધી ધનતેરસની ઉજવણીના કારણે લોકોમાં ક્યા દિવસે દીવાનું દાન કરવું શુભ રહેશે તે અંગે અસમંજસ પ્રવર્તી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે  22 ઓક્ટોબર 2022 શનિવારના રોજ દીવો દાન કરવામાં આવશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સોનાની સારી ખરીદીના સંકેત

સોનાના ભાવમાં ઘટાડાને કારણે આ ધનતેરસમાં જ્વેલરીની માંગ વધી શકે છે. ચાલુવર્ષે દિવાળીના તહેવાર દરમ્યાન સોનાના ભાવ વધ્યા નથી. એક તરફ સોનુ સસ્તું પણ મળી રહ્યું છે સાથે શુભ મુહૂર્તમાં સોનાના ઘરેણાંની ખરીદીની તક પણ સામે ઉભી છે.  2021 માં ધનતેરસ પર સારું વેચાણ થયું હતું અને તે રોગચાળા પહેલાના સ્તરને પાર કરી ગયું છે. તેમણે કહ્યું, “આ વર્ષે ધનતેરસ પર ઘરેણાંની માંગ ગયા વર્ષની જેમ જ રહેવાની અપેક્ષા છે. 2021 ઉદ્યોગ માટે અસાધારણ વર્ષ હતું કારણ કે રોગચાળા પછી દેશ ધીમે ધીમે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે.

Published On - 9:12 am, Sat, 22 October 22

Next Article