
Akshaya Tritiya 2023: આગામી તારીખ 22 એપ્રિલ 2023 એ અક્ષય તૃતીયાનો શુભ તહેવાર છે. અક્ષય તૃતીયા પર સોનામાં રોકાણ કરવાની દરેકની ઈચ્છા હોય છે. અક્ષય તૃતીયા પર દરેક વ્યક્તિ પોતાના બજેટ પ્રમાણે સોનું ખરીદવાનો પ્રયાસ કરે છે. છેલ્લા કેટલાક મહિનામાં સોના પર કરવામાં આવેલા રોકાણે તેના રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે 20 વર્ષ પહેલા 2003માં જે લોકોએ અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદ્યું હશે તેને10 ગણું રિટર્ન મળ્યું છે.
આ પણ વાંચો : Investment in Gold : આ વર્ષે સોનાનો ભાવ આસમાને પહોંચશે, દુનિયાની સેન્ટ્રલ બેંકોએ ખરીદવા પડાપડી કરી
4 મે 2003ના રોજ અક્ષય તૃતીયાનો તહેવાર હતો અને તે દિવસે સોનું 5656 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ઉપલબ્ધ હતું. 2023માં અક્ષય તૃતીયાના તહેવાર પહેલા તે રૂ. 60,560 પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે 20 વર્ષમાં સોનાની કિંમત 54,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી ગઈ છે. અંદાજ અનુસાર 20 વર્ષમાં સોનાની કિંમતમાં 1000 ટકાનો ઉછાળો નોંધાયો છે. એટલે કે, 20 વર્ષ પહેલા, જો તમે અક્ષય તૃતીયા પર એક લાખનું સોનું ખરીદ્યું હશે તો તેની કિંમત વધીને લગભગ 10 લાખ રૂપિયાનું મૂલ્ય દર્શાવતી હશે.
માત્ર સોનું જ નહીં ચાંદીની કિંમતમાં પણ 20 વર્ષમાં 900 ટકાનો અધધ કહી શકાય તેવો ઉછાળો જોવા મળ્યો છે. 4 મે, 2003ના રોજ ચાંદી રૂ. 7550 પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી હતી જે હવે રૂ. 76,200 પ્રતિ કિલોના ભાવે પહોંચી ગઈ છે. એટલે કે 20 વર્ષમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 68,650 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો આ 20 વર્ષમાં ચાંદીના ભાવમાં 900 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: Nandini Vs Amul: અમૂલ અને કર્ણાટક વચ્ચેનો સંબંધ વર્ષો જૂનો, અમૂલ કોકોના ખેડૂતો માટે આર્શિવાદરૂપ
વર્ષ 2022 માં, અક્ષય તૃતીયા પર, સોનું 50808 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. એટલે કે ગયા વર્ષની અક્ષય તૃતીયાથી અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 19.20 ટકા અથવા 9760 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો નોંધાયો છે. નિષ્ણાતોનું માનવું છે કે સોનાના ભાવમાં સતત વધારો હજુ અટકવાનો નથી. આગામી દિવસોમાં સોનાનો ભાવ 65000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને સ્પર્શી શકે છે તેવું અનુમાન છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…