લગ્નની સિઝનમાં સોનું ચમક્યું અને ચાંદીના ચળકાટમાં પણ આવ્યો ઉછાળો, જાણો તમારા શહેરમાં નવા લેટેસ્ટ ભાવ

સોના અને ચાંદીના ભાવ લગ્ન સીઝન દરમિયાન સતત ઉપર તરફ ગતિ કરી રહયા છે. આમ તો ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી છે. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 57,100 રૂપિયા છે જે 25 ડિસેમ્બરે 56,800 રૂપિયા હતો. એટલે કે 22 કેરેટ સોનાની કિંમતમાં 300 રૂપિયાનો વધારો થયો છે.

લગ્નની સિઝનમાં સોનું ચમક્યું અને ચાંદીના ચળકાટમાં પણ આવ્યો ઉછાળો, જાણો તમારા શહેરમાં નવા લેટેસ્ટ ભાવ
| Edited By: | Updated on: Nov 26, 2023 | 8:06 AM

સોના અને ચાંદીના ભાવ લગ્ન સીઝન દરમિયાન સતત ઉપર તરફ ગતિ કરી રહયા છે. આમ તો ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી છે. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 57,100 રૂપિયા છે જે 25 ડિસેમ્બરે 56,800 રૂપિયા હતો. એટલે કે 22 કેરેટ સોનાની કિંમતમાં 300 રૂપિયાનો વધારો થયો છે.

તે જ સમયે 24 કેરેટ સોનાની કિંમત પણ વધીને 62,290 રૂપિયા થઈ ગઈ છે. 24 કેરેટ સોનાની કિંમતમાં પણ 320 રૂપિયાનો વધારો થયો છે.વાયદા બજારમાં સોનામાં 298 રૂપિયા છે જયારે ચાંદી પણ પાછળ નથી. ચાંદીમાં 1.40 ટકાનો જમબરદ્ત્ત ઉછાળો નોંધાયો છે.

દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ

  • દિલ્હી- રૂ. 62,440
  • ચેન્નાઈ- રૂ. 62,780
  • મુંબઈ- રૂ. 62,290
  • કોલકાતા- રૂ. 62,290

સોનાની શુદ્ધતા તપાસવા આ કામ કરો

સોનાની શુદ્ધતા માટે ISO (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન) દ્વારા હોલ માર્ક આપવામાં આવ્યા છે, જેના દ્વારા તમે સોનાની શુદ્ધતા જાણી શકો છો. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે.

વાયદા બજારમાં સોના ચાંદીના બંધ ભાવ (Nov 24, 23:54)

  • સોનુ : 61370.00  +298.00 (0.49%)
  • ચાંદી : 73915.00  +1,017.00 (1.40%)

કેરેટની શુદ્ધતા આ આધાર મુજબ નક્કી કરવામાં આવે છે

સોનાની શુદ્ધતાના આધારે તેને કેરેટમાં માપવામાં આવે છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે, પરંતુ ભેળસેળની ગેરહાજરીને કારણે તે નબળું છે અને તેનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થતો નથી. મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે, જે 91% શુદ્ધ છે. 18 કેરેટ સોનામાં માત્ર 75% સોનું હોય છે, તેમાં 25% અન્ય ધાતુઓ ભળે છે, જે તેને ટકાઉ બનાવે છે.

મિસ્ડ કોલ દ્વારા જાણો સોના અને ચાંદીના ભાવ

જો તમે 22 કેરેટ અને 18 કેરેટ સોનાના છૂટક ભાવ જાણવા માંગતા હો, તો તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપી શકો છો. થોડી જ વારમાં તમારા ફોનમાં સોનાની નવીનતમ કિંમતનો મેસેજ આવી જશે. આ નંબર ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) નો છે, જેના દ્વારા જારી કરાયેલા દર સમગ્ર દેશમાં માન્ય છે. આ સાથે, તમે www.ibja.co અથવા ibjarates.com પર કિંમત અપડેટ્સ પણ જોઈ શકો છો.

આ પણ વાંચો : સબકા સપના મની મની: માત્ર 14 હજાર રુપિયાનું રોકાણ તમને બનાવશે કરોડપતિ, જાણો કેવી રીતે ક્યાં રોકાણ કરશો

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો