
Gold-Silver Price Today : આજે બુધવારે 12 જુલાઈ 2023 ના રોજ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક વાયદા બજાર એટલે કે MCX પર સોનાનો ભાવ(Gold Price)રૂ. 137 મોંઘો થયો છે. 10 ગ્રામની કિંમત 58910 રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે ચાંદીની કિંમત પણ 300 રૂપિયા વધીને 71,425 રૂપિયાને પાર કરી ગઈ છે. જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અથવા તમારા માટે સોનાના આભૂષણો ખરીદવા માંગો છો, તો તમે ખરીદતા પહેલા જરૂરી તમામ મહત્વપૂર્ણ માહિતીમેળવવી જરૂરી છે. 24 કેરેટ અને 22 કેરેટ અને 18 કેરેટ મુજબ સોનાના દર અલગ અલગ હોય છે.
| એક નજર સોનાના લેટેસ્ટ ભાવ ઉપર | |
| MCX GOLD : 71456.00 +339.00 (0.48%) (Updated at July 12, 2023 -11:10) | |
| MCX SILVER : 58,885.00 +112.00 (0.19) (Updated at July 12, 2023 -11:10) | |
| ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
| Ahmedavad | 60670 |
| Rajkot | 60680 |
| (Source : aaravbullion) | |
| દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ કઈ કિંમતે ટ્રેડ થઈ રહ્યું છે ? | |
| Chennai | 60000 |
| Mumbai | 59620 |
| Delhi | 59770 |
| Kolkata | 59620 |
આંતરરાષ્ટ્રીય હાજર બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મજબૂત કાર્યવાહી જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનાની કિંમત લગભગ $7 વધી છે. તેની કિંમત $1943 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. તેવી જ રીતે ચાંદીના ભાવમાં પણ તેજીનો ચળકાટ જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર ચાંદીનો દર 23.42 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે.
સ્થાનિક અને વિદેશી બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થવાના ઘણા કારણો છે. તેમાંથી પ્રથમ રિટેલ ફુગાવાના આંકડા આજે આવી રહ્યા છે. રિટેલ ફુગાવાના આંકડા આજે જાહેર થશે. તે પહેલા બોન્ડ યીલ્ડ અને ડોલર પર દબાણ જોવા મળી રહ્યું છે. જેના કારણે બુલિયન માર્કેટને સપોર્ટ મળી રહ્યો છે.
ક્ષેત્રના નિષ્ણાતોનો અભિપ્રાય છે કે સોના અને ચાંદીમાં વધારો આગળના સમયમાં પણ યથાવત રહેશે. આથી બંને કોમોડિટીમાં સાવચેતી સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. MCX પર સોનાનો દર રૂ.59,100 સુધી પહોંચવાનું અનુમાન છે. આ માટે રૂ.58400નો સ્ટોપલોસ રાખોએવી સાવચેતી સાથે સલાહ પણ મળી છે . એ જ રીતે ચાંદીની કિંમત પણ 72200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. આ માટે 70550 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
ઉદાહરણ તરીકે, 24 કેરેટ સોનાનો ભાવ 45000 રૂપિયા છે અને જો તમે તેને બજારમાં ખરીદવા જશો તો 22 કેરેટ સોનાની કિંમત (45000/24) x 22 = 42166 રૂપિયા થશે.
Published On - 11:17 am, Wed, 12 July 23