Gold Silver Price Today : સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો, જાણો નિષ્ણાંત શું કહી રહ્યા છે?

|

Jun 28, 2023 | 2:46 PM

Gold Silver Price Today :સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. MCX પર સોનાની કિંમતમાં ઘટાડા સાથે માં ઘટાડા સાથે 58000 રૂપિયાની નજીક ટ્રેડ થઈ રહી છે. ચાંદીના ભાવમાં પણ ઘટાડો  જોવા મળી રહ્યો છે. MCX પર ચાંદી 241 રૂપિયા સસ્તીથઈ છે. તેની કિંમત 69100 રૂપિયા પ્રતિ કિલોના દરે પહોંચી ગઈ છે.

Gold Silver Price Today : સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો, જાણો નિષ્ણાંત શું કહી રહ્યા છે?

Follow us on

Gold Silver Price Today :સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો -ઘટાડો થઈ રહ્યો છે. MCX પર સોનાની કિંમતમાં ઘટાડા સાથે માં ઘટાડા સાથે 58000 રૂપિયાની નજીક ટ્રેડ થઈ રહી છે. ચાંદીના ભાવમાં પણ ઘટાડો  જોવા મળી રહ્યો છે. MCX પર ચાંદી 241 રૂપિયા સસ્તીથઈ છે. તેની કિંમત 69100 રૂપિયા પ્રતિ કિલોના દરે પહોંચી ગઈ છે. નિષ્ણાતોના મતે બંનેના ભાવમાં ઉત્તર – ચઢાવ  ચાલુ રહેશે.સોનું ત્રણ મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયું છે. ચાંદીમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.તાજેતરના ઉછાળા બાદ આજે ફરી સોનામાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ચાંદી પણ અત્યાર સુધીના ઉચ્ચ સ્તરેથી ઘટી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો દર

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં લાલ નિશાન નીચે જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનું 1924 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. તેવી જ રીતે ચાંદીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. કોમેક્સ પર ચાંદી 22.93 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે. અમેરિકામાં સારા આર્થિક ડેટા પછી જેરોમ પોવેલનું ભાષણ રોકાણકારોની નજરમાં હશે. તે પહેલા બુલિયન માર્કેટ પર દબાણ જોવા મળી રહ્યું છે.

સોના અને ચાંદી પર નિષ્ણાંતનો અભિપ્રાય

કોમોડિટી માર્કેટ એક્સપર્ટ અને IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ સોના અને ચાંદીના ભાવમાં વધારો થવાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે MCX પર સોનાની કિંમત 58700 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી શકે છે. આ માટે રૂ.57700ના સ્ટોપલોસ સાથે રૂ.58300ના સ્તરે ઓગસ્ટ કોન્ટ્રાક્ટ ખરીદો.અનુજ ગુપ્તાએ કહ્યું કે MCX પર ચાંદીનો જુલાઈનો કોન્ટ્રાક્ટ રૂ. 68500 પર ખરીદો. ચાંદી વધુ 70000 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. આ માટે રૂ. 68000 ના સ્ટોપ લોસ સાથે ખરીદો.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

સોનાની શુદ્ધતા કેવી રીતે જાણવી?

કેરેટ એ સોનાની શુદ્ધતા માપવા માટે વપરાતો શબ્દ છે. 24, 22 અને 18 કેરેટ સોનાની શુદ્ધતા  વચ્ચેનો તફાવત છે. આ માટે પહેલા આપણે કેરેટ શું છે તે જાણવું પડશે. કેરેટ એ સોનાની શુદ્ધતાની ગણતરી કરવા માટે વપરાતું એકમ છે. કેરેટ જેટલું ઊંચું તેટલું સોનું શુદ્ધ  હોય છે. આ એક સરળ માર્ગદર્શિકા છે કે  24 કેરેટ સૌથી શુદ્ધ અને  22 અને 18 કેરેટ સોનાની શુદ્ધતા માં ઘટાડો હોય છે.

Published On - 2:43 pm, Wed, 28 June 23

Next Article