Gold Rate Today: સોનાએ ફરી તોડ્યો રેકોર્ડ, ચાંદી 78000ને પાર, 90 ટકા સુધી મળી રહ્યું છે વળતર

|

May 05, 2023 | 12:42 PM

છેલ્લા 3 વર્ષમાં જ્યાં ચાંદીએ રોકાણકારોને 90% વળતર આપ્યું છે. જ્યારે સોનાએ રોકાણકારોને 35 ટકાથી વધુ વળતર આપ્યું છે. નિષ્ણાતોનું માનીએ તો જૂનના પહેલા સપ્તાહ સુધીમાં ચાંદીની કિંમત 80 હજારને પાર થઈ શકે છે.

Gold Rate Today: સોનાએ ફરી તોડ્યો રેકોર્ડ, ચાંદી 78000ને પાર, 90 ટકા સુધી મળી રહ્યું છે વળતર
Gold broke the record again

Follow us on

Gold Silver Rate Today : છેલ્લા 3 વર્ષમાં સોના કરતાં ચાંદીની ચમક વધુ જોવા મળી છે. ત્રણ વર્ષમાં સોનું ઘણી વખત લાઇફ ટાઇમ હાઇ પર પહોંચ્યું હોવા છતાં, ચાંદી હજુ પણ આ સમયગાળા દરમિયાન તેની લાઇફ ટાઇમ હાઇ કરતાં 2,000 રૂપિયાની નીચે છે. ત્યારે આ વાત અમે તેના આંકડાઓ જોઈને કહી રહ્યા છીએ.

છેલ્લા 3 વર્ષમાં જ્યાં ચાંદીએ રોકાણકારોને 90% વળતર આપ્યું છે. જ્યારે સોનાએ રોકાણકારોને 35 ટકાથી વધુ વળતર આપ્યું છે. નિષ્ણાતોનું માનીએ તો જૂનના પહેલા સપ્તાહ સુધીમાં ચાંદીની કિંમત 80 હજારને પાર થઈ શકે છે. ચાલો આંકડાઓને સમજાવવાનો પ્રયાસ કરીએ કે એક સપ્તાહથી લઈને 3 વર્ષ સુધી રોકાણકારોને સોના અને ચાંદીએ કેટલી કમાણી કરી છે અને કોણ મોખરે છે.

સોનાએ ફરી રેકોર્ડ બનાવ્યો

સોનું 24 કલાકમાં ફરી લાઈફટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. ઈન્ડિયન ફ્યુચર માર્કેટ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સવારે 11 વાગ્યે સોનાની કિંમત 61,518 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે સોનું ટ્રેડિંગ સેશન દરમિયાન રૂ.61,629ની ટોચે પહોંચ્યું હતું. જો કે, આજે સોનાનો ભાવ 61,566 રૂપિયા પર ખુલ્યો હતો. તેમજ ગુરુવારે સોનાની કિંમત 61,845 રૂ જે લાઈફટાઈમ ટોચની સપાટીએ પહોંચી ગઈ હતી. નિષ્ણાતોનું માનીએ તો એક મહિનામાં સોનાની કિંમત 62,500 રૂપિયાને પાર કરી શકે છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

ચાંદી 78 હજારને પાર

બીજી તરફ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વાયદા બજાર MCX પર ચાંદીની કિંમત 78,000 રૂપિયાને પાર કરી ગઈ છે. મળતી માહિતી મુજબ સવારે 11 વાગ્યે ચાંદીની કિંમત 122 રૂપિયાના વધારા સાથે 78,160 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદીની કિંમત 78,292 રૂપિયા પર પહોંચી ગઈ હતી. જો કે, આજે ચાંદી 78,100 રૂપિયા પર ખુલી છે. બે દિવસમાં ચાંદીના ભાવમાં 1700 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જૂનના પહેલા સપ્તાહમાં ચાંદીની કિંમત 80 હજાર રૂપિયાના સ્તરને પાર કરી શકે છે.

સોના કરતાં ચાંદીએ કરી વધુ કમાણી

છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો સોના કરતાં ચાંદીએ રોકાણકારોને વધુ વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન ચાંદીએ લગભગ 90 ટકા વળતર આપ્યું છે. બીજી તરફ સોનાએ 35 ટકાથી વધુ વળતર આપ્યું છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં સોના અને ચાંદીએ લગભગ 20 ટકાથી વધુ વળતર આપ્યું છે. ચાલુ વર્ષની વાત કરીએ તો સોના અને ચાંદી બંનેએ 12 ટકાથી વધુ વળતર આપ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં સોનાની સરખામણીમાં ચાંદીએ 3% વળતર આપ્યું છે.

જૂનમાં રેકોર્ડ તૂટી શકે છે

કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં ચાંદી 80 હજારના સ્તરને પાર કરી શકે છે. તેમણે કહ્યું કે હાલમાં ચાંદીમાં કરેક્શન જોવા મળી શકે છે અને ચાંદીના ભાવ 70 થી 72 હજારની વચ્ચે આવી શકે છે. આવું જ કંઈક સોનામાં પણ જોવા મળી શકે છે અને તેની કિંમત રૂ.3,000 સુધી ઘટી શકે છે. પરંતુ બંને ધાતુઓ માટે સેન્ટિમેન્ટ ખૂબ જ મજબૂત છે અને જૂન મહિનામાં ચાંદી 80 હજાર અને સોનું 62500ની સપાટીને પાર કરી શકે છે.

Published On - 12:39 pm, Fri, 5 May 23

Next Article