
સોનાના ભાવમાં આજે(Gold Price Today) મોટો ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક દરમાં થયેલા ઘટાડાને પગલે આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવ નીચે આવી ગયા છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર સોનાનો વાયદો ઘટાડાના પગલે 47,655.00 પર નીચલા સ્તરે દેખાયો હતો.
અમેરિકામાં સોનાનો વાયદો 0.1% વધીને 1,804.30 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યું હતું. યુ.એસ. ની 10 વર્ષીય ટ્રેઝરી યિલ્ડ ફેબ્રુઆરી 19 પછીના સૌથી નીચલા સ્તરે આવી ગઈ હતી. ફેડરલ રિઝર્વની જૂનની મીટિંગની મિનિટો દર્શાવે છે કે આર્થિક રિકવરી પરના તેના પ્રગતિ લક્ષ્યાંક હજુ સુધી પૂરા થયા નથી.
હજુ સોનુ સર્વોચ્ચ સપાટીથી રૂ 8,750 સસ્તું
વર્ષ 2020 ની વાત કરીએ તો MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ પાછલા વર્ષના સમાન ગાળામાં સૌથી વધુ 56191 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. આજે સોનું ઓગસ્ટ ફ્યુચર્સ MCX પર 10 ગ્રામ દીઠ રૂ. 47700 ના સ્તરે છે એટલે કે તે હજી પણ લગભગ 8750 રૂપિયા સસ્તુ છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD 47688.00 -222.00 (-0.46%) – બપોરે 12.00 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 49280
RAJKOT 999 49300
(સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI 49200
MUMBAI 47980
DELHI 50860
KOLKATA 497910
(સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE 48710
HYDRABAD 48710
PUNE 47980
JAYPUR 50860
PATNA 47980
NAGPUR 47980
(સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI 44203
AMERICA 43194
AUSTRALIA 43192
CHINA 43197
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)