Gold Price Today : સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોનાની શું છે સ્થિતિ? જાણો રોકાણ અંગે નિષ્ણાંતોના અભિપ્રાય

|

Aug 23, 2021 | 11:45 AM

મજબૂત ડોલર વચ્ચે સાથે સતત ચોથા દિવસે કિંમતી ધાતુનો વેપાર અત્યંત મર્યાદિત રેન્જમાં થયો હતો. MCX પર ઓક્ટોબર વાયદો સોનું 58 રૂપિયા વધીને 47,216 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું.

સમાચાર સાંભળો
Gold Price Today :  સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોનાની શું છે સ્થિતિ? જાણો રોકાણ અંગે નિષ્ણાંતોના અભિપ્રાય
Gold Price Today

Follow us on

Gold Price Today: આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોના-ચાંદીના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર વાયદા સોનામાં 10 ગ્રામ દીઠ 01.2 ટકા વૃદ્ધિ સાથે વેપાર થયો છે. બીજી તરફ સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદીનો વાયદો કિલો દીઠ 0.40 ટકા વધ્યો હતો. અગાઉના ટ્રેડિંગ સત્રમાં સોનું સપાટ બંધ થયું હતું જ્યારે ચાંદી 0.7 ટકા ઘટી હતી.

ઉલ્લેખનીય છે કે સોનાની કિંમતો 4 મહિનાની નીચી સપાટીએ 45,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઘટી ગયા પછી સુધરી છે પરંતુ કિંમતી ધાતુ હજુ પણ ગયા વર્ષના રેકોર્ડ ભાવ રૂ 56,200 પ્રતિ 10 ગ્રામથી રૂ 9,000 સસ્તી છે.

સોના – ચાંદીના ભાવ
મજબૂત ડોલર વચ્ચે સાથે સતત ચોથા દિવસે કિંમતી ધાતુનો વેપાર અત્યંત મર્યાદિત રેન્જમાં થયો હતો. MCX પર ઓક્ટોબર વાયદો સોનું 58 રૂપિયા વધીને 47,216 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. દરમિયાન, સપ્ટેમ્બરમાં ડિલિવરી માટે ચાંદી રૂ. 230 વધીને રૂ 61,951 પ્રતિ કિલો થઈ હતી.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

વૈશ્વિક બજારોમાં સોનામાં નજીવો ઘટાડો થયો હતો કારણ કે મજબૂત ડોલરે અન્ય કરન્સી ધારકો માટે કિંમતી ધાતુના આકર્ષણને અસર કરી હતી. સ્પોટ ગોલ્ડ 0.1 ટકા ઘટીને 1, 1,779.12 પ્રતિ ઔંસ જ્યારે ડોલર ઇન્ડેક્સ 93.33 ની સાડા નવ મહિનાની ઉપલી સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. જો કે ડેલ્ટા કોરોનાવાયરસના ફેલાવાને કારણે આર્થિક મંદીની વધતી ચિંતા વચ્ચે સોનામાં નુકસાન મર્યાદિત હતું. ચાંદી 0.2 ટકા વધીને 23.05 ડોલર પ્રતિ ઔંસ થઈ છે.

શું છે નિષ્ણાંતોનું અનુમાન?
યુબીએસ ગ્રુપ દ્વારા સોનાના રોકાણકારોને ચેતવણી આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે કોરોના પછી આર્થિક સુધારાની ગતિ વધી રહી છે. યુએસ જોબ માર્કેટ ડેટા અપેક્ષા કરતા વધુ સારા છે. આ કિસ્સામાં ફેડરલ રિઝર્વ સમય પહેલા વ્યાજ વધારવાનું નક્કી કરી શકે છે. યુબીએસ ગ્રુપના કોમોડિટી માર્કેટ નિષ્ણાતો કહે છે કે જો તમે વ્યૂહાત્મક સ્થિતિમાં હોવ તો આ રોકાણ પરત ખેંચો. જો તમે વ્યૂહાત્મક રીતે રોકાણ કર્યું હોય તો તેમાં હેજિંગ કરો. યુબીએસ ગ્રુપના અંદાજ મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1600 ડોલર અને ચાંદી 22 ડોલર સુધી ઘટી શકે છે. તેનાથી વિપરીત ગોલ્ડમેન સૈક્શ કહે છે કે સોનું ફરી 2000 ડોલરના સ્તર પર પહોંચશે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD      47250.00   +92.00 (0.20%) –  11:00 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         48811
RAJKOT 999                   48825
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 48660
MUMBAI                  47190
DELHI                      50480
KOLKATA                49180
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           48270
HYDRABAD          48270
PUNE                      48680
JAYPUR                 48680
PATNA                    48680
NAGPUR                47190
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                 43689
AMERICA          42613
AUSTRALIA     42604
CHINA               42624
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Published On - 11:42 am, Mon, 23 August 21

Next Article