Gold Price Today : સોનામાં રોકાણ માટે હાલનો સમય ઉત્તમ! જાણો શું છે આજે એક તોલા સોનાનો ભાવ

|

Sep 28, 2021 | 11:57 AM

ઓક્ટોબર ડિલિવરી માટે સોનું આજે 0.30 ટકા ઘટીને રૂ.45390 પ્રતિ 10 ગ્રામ પર છે. બીજી બાજુ આજના કારોબારમાં ચાંદી 0.22 ટકા ઘટી છે. આજે 1 કિલો ચાંદીની કિંમત 60,503 રૂપિયા છે.

સમાચાર સાંભળો
Gold Price Today : સોનામાં રોકાણ માટે હાલનો સમય ઉત્તમ! જાણો શું છે આજે એક તોલા સોનાનો ભાવ
સોનું સાચવવાની ઝંઝટ નહી : ડીઝીટલ ગોલ્ડ બોન્ડ સોનું બોન્ડ સ્વરૂપે મળે છે, જેથી ફીઝીકલ ગોલ્ડની જેમ સોનું સાચવવાની ઝંઝટ, ચિંતા અને જોખમમાંથી મુક્તિ મળે છે.

Follow us on

સોના-ચાંદીના ભાવ(Gold Price Today)માં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જો તમે ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ એક સારી તક છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબરમાં ડિલિવરી માટે સોનાના ભાવમાં આજે 0.30 ટકાનો ઘટાડો થયો છે.

આજે સોના અને ચાંદીની કિંમત શું છે ?
ઓક્ટોબર ડિલિવરી માટે સોનું આજે 0.30 ટકા ઘટીને રૂ.45390 પ્રતિ 10 ગ્રામ પર છે. બીજી બાજુ આજના કારોબારમાં ચાંદી 0.22 ટકા ઘટી છે. આજે 1 કિલો ચાંદીની કિંમત 60,503 રૂપિયા છે.

સોનુ સર્વોચ્ચ સ્તરથી 10200 રૂપિયા સસ્તું થયું
વર્ષ 2020 ની વાત કરીએ તો ગયા વર્ષના સમાન સમયગાળામાં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. આજે સોનું ઓગસ્ટ વાયદા એમસીએક્સ પર રૂ. 45390 પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે, એટલે કે તે હજુ પણ લગભગ 10200 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતની ચકાસણી જ નહિ પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે.

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD    45932.00   -137.00 (-0.30%) –  11:46 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         47500
RAJKOT 999                   47520
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 47510
MUMBAI                  46290
DELHI                      49640
KOLKATA                48460
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           47130
HYDRABAD          47130
PUNE                      47620
JAYPUR                 47560
PATNA                    47620
NAGPUR                46290
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                 42587
AMERICA          41602
AUSTRALIA     41748
CHINA               41619
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

 

આ પણ વાંચો : SEBI Board Meeting Today : આજે માર્કેટ રેગ્યુલેટર આ મુદ્દાઓ ઉપર ચર્ચાના અંતે મહત્વના નિર્ણય લઈ શકે છે, જાણો વિગતવાર

 

આ પણ વાંચો : ATM નો ઉપયોગ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો નહિતર ભેજાબાજો તમારી જીવનભરની કમાણી તફડાવી જશે

Next Article