Gold Price Today : સોનામાં રોકાણનો હાલ શ્રેષ્ઠ સમય , જાણો આજના લેટેસ્ટ ભાવ

|

Jul 01, 2021 | 12:06 PM

બુલિયન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોનાનો ભાવ ટૂંક સમયમાં વધશે અને એક મહિનામાં 10 ગ્રામ દીઠ, 48,500 સુધી પહોંચશે તેવું અનુમાન છે.

Gold Price Today : સોનામાં રોકાણનો હાલ શ્રેષ્ઠ સમય , જાણો આજના લેટેસ્ટ ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

Gold Price Today : ભારતીયોમાં રોકાણ માટે સોનું એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. એક અનુમાન મુજબ લગ્નના બજેટનો મોટો હિસ્સો સોનાના દાગીના પાછળ ખર્ચવામાં આવે છે ભારત વિશ્વનો બીજો દેશ છે જ્યાં સોનાનો સૌથી વધુ વપરાશ થાય છે. સોનું ફક્ત કિંમતી જ નહીં પરંતુ ભારતના લોકો માટે એક શુભ ધાતુ છે. સોનું હાલમાં રેકોર્ડ લેવલથી 10,000 રૂપિયા સસ્તું છે અને સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

લાંબા સમય સુધી નહીં રહે નીચા ભાવ
કોમોડિટીના નિષ્ણાતોના મતે જુલાઈ પછી સોનું મોંઘું થશે તેથી તમને રોકાણની દ્રષ્ટિએ સારું વળતર મળશે. નિષ્ણાતો કહે છે કે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો એ હંગામી છે જેને તક તરીકે જોવું જોઈએ. બુલિયન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોનાનો ભાવ ટૂંક સમયમાં વધશે અને એક મહિનામાં 10 ગ્રામ દીઠ, 48,500 સુધી પહોંચશે તેવું અનુમાન છે.

સોનાએ 28 ટકા વળતર આપ્યું હતું
જો આપણે સોનાના રોકાણની વાત કરીએ તો ગયા વર્ષે સોનાએ 28 ટકા વળતર આપ્યું છે.જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરો છો, તો સોનું હજી પણ રોકાણ માટે ખૂબ સલામત અને સારો વિકલ્પ છે, જે સારું વળતર આપે છે. નિષ્ણાંતોના મતે, આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થશે તેથી તમારા માટે આ રોકાણની સારી તક છે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD  47040.00   +201.00 (0.43%)– બપોરે 12.00 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999     48650
RAJKOT 999               48675
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 48470
MUMBAI                  46730
DELHI                      49890
KOLKATA                48790
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           48000
HYDRABAD          48000
PUNE                      46790
JAYPUR                 48890
PATNA                    46730
NAGPUR                46730
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                43047
AMERICA          42408
AUSTRALIA      42398
CHINA               42427
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Next Article