Gold Price Today : સોનાના ભાવમાં અચાનક આવ્યો ઉછાળો ? જાણો શું છે કારણ?

|

Aug 12, 2021 | 6:39 PM

ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં આજે ડોલર સામે રૂપિયો 19 પૈસાની મજબૂતી સાથે 74.25 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 74.24 ના ઉપલા સ્તર અને 74.33 ના નીચલા સ્તરે પહોંચ્યું હતું.

સમાચાર સાંભળો
Gold Price Today : સોનાના ભાવમાં અચાનક આવ્યો ઉછાળો ? જાણો શું છે કારણ?
symbolic image

Follow us on

આજે ડોલર સામે રૂપિયામાં 19 પૈસાનો મોટો વધારો નોંધાયો હતો. ડોલરના નબળા પડવાના કારણે સોનાના ભાવ(Gold Price Today)માં વધારો થયો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં 422 રૂપિયા અને ચાંદીના ભાવમાં 113 રૂપિયાનો વધારો થયો છે. આ ઉછાળા બાદ સોનાનો બંધ ભાવ 45138 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદીનો ભાવ 6,1201 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.

HDFC Securitiesના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલે જણાવ્યું હતું કે ડોલર અને યુએસ બોન્ડ યીલ્ડ પર વધેલા દબાણના કારણે સોનાના ભાવમાં રિકવરી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સાંજે 4.15 વાગ્યે સોનું 1,752.90 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર સહેજ દબાણ હેઠળ કારોબાર કરી રહ્યું હતું.

MCX પર સોનાનો દર
આંતરરાષ્ટ્રીય બજારની અસર સ્થાનિક બજાર પર પણ સ્પષ્ટ દેખાય છે. આજે સોનાના ભાવમાં બહુ હલચલ જોવા મળી નથી. MCX પર ઓક્ટોબરમાં 4.30 વાગ્યે ડિલિવરી માટે સોનું રૂ 9 ના મામૂલી ઘટાડા સાથે રૂ .46379 ના સ્તરે ટ્રેડિંગ કરી રહ્યું હતું. ડિસેમ્બરમાં ડિલિવરી માટે સોનું રૂ 50 ના વધારા સાથે રૂ 46610 ના સ્તર પર કારોબાર કરી રહ્યું હતું.સાંજે ૬.૨૦ વાગે 88.૦૦ રૂપિયાના ઘટાડા સાથે 46300.00 ના સ્તરે દેખાયું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Dollar vs Rupess
ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં આજે ડોલર સામે રૂપિયો 19 પૈસાની મજબૂતી સાથે 74.25 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 74.24 ના ઉપલા સ્તર અને 74.33 ના નીચલા સ્તરે પહોંચ્યું હતું. 4.43 વાગ્યે ડોલર ઇન્ડેક્સ +0.03%ની મજબૂતાઈ સાથે 92.942 પર હતો. આ ઇન્ડેક્સ વિશ્વની અન્ય છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈ દર્શાવે છે.

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD      46290.00    – 98.00 (-0.21%)  –  18:26 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         47940
RAJKOT 999                   47960
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 47850
MUMBAI                  46540
DELHI                      49910
KOLKATA                48650
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           47560
HYDRABAD          47560
PUNE                      47870
JAYPUR                 47900
PATNA                    47870
NAGPUR                46540
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                 42670
AMERICA          41887
AUSTRALIA     41823
CHINA               41861
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

 

આ પણ વાંચો :  Share Market : શેરબજારે નવી રેકોર્ડ સપાટી દર્જ કરી, Banking અને IT શેર્સમાં જબરદસ્ત ઉછાળો

 

આ પણ વાંચો : Share Market : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો, તે ઉપર કરો એક નજર

Next Article