Gold Price Today : સોનામાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર , 11 હજાર રૂપિયા સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક

|

Aug 11, 2021 | 11:22 AM

હાલ સોનાની કિંમત તેના ઓલટાઈમ હાઈથી 11,000 રૂપિયાથી વધુ ઘટી છે. હકીકતમાં ગયા વર્ષે ઓગસ્ટમાં સોનું રૂ 56,200 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. હાલમાં બુલિયન માર્કેટમાં સોનું પ્રતિ 10 ગ્રામ 45,000 રૂપિયાની આસપાસ છે.

સમાચાર સાંભળો
Gold Price Today : સોનામાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર , 11 હજાર રૂપિયા સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક
Symbolic Image

Follow us on

Gold Price Today : સોનામાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે એક સારા સમાચાર છે. સોનાના દામ ઘણા નીચે આવી ગયા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) માં સોનાની કિંમત 45,955.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચલી સપાટીએ દેખાયો હતો . MCX પર છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોમાં સોનાના વાયદામાં લગભગ 1.3 ટકાનો ઘટાડો થયો છે બીજી તરફ આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં 1.5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

આજે બુધવારે સોનાના ભાવમાં નજીવો વધારો થયો હતો. MCX પર આજે સવારે ટ્રેડિંગ સત્ર દરમિયાન સોનું 0.13 ટકાના નજીવા વધારા સાથે સપાટ કારોબાર કરી રહ્યું હતું. આ પહેલા મંગળવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 176 રૂપિયા ઘટીને 45,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધીને 1,735 ડોલર પ્રતિ ઔંસ થયું હતું

સોનું 11 હજાર રૂપિયા સસ્તું
હાલ સોનાની કિંમત તેના ઓલટાઈમ હાઈથી 11,000 રૂપિયાથી વધુ ઘટી છે. હકીકતમાં ગયા વર્ષે ઓગસ્ટમાં સોનું રૂ 56,200 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. હાલમાં બુલિયન માર્કેટમાં સોનું પ્રતિ 10 ગ્રામ 45,000 રૂપિયાની આસપાસ છે. આ સ્થિતિમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સારો સમય છે. નિષ્ણાતોના મતે સોનામાં રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે વર્ષના અંત સુધીમાં સારું વળતર મેળવી શકો છો.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD        46011.00  +49.00 (0.11%)  –  11:00 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         47810
RAJKOT 999                   47820
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 47690
MUMBAI                  46280
DELHI                      49600
KOLKATA                47700
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           47300
HYDRABAD          47300
PUNE                      47700
JAYPUR                 47500
PATNA                    47700
NAGPUR                46280
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                 42462
AMERICA          41482
AUSTRALIA     41475
CHINA               41482
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

 

આ પણ વાંચો :  IPO: શું વારંવાર પ્રયાસ કરવા છતાં શેર્સ નથી મળતા ? આ ટિપ્સ અનુસરો શેર મળવાની શક્યતાઓ બમણી થશે

આ પણ વાંચો :  Share Market : મુજબૂત શરૂઆત છતાં બજાર લાલ નિશાન નીચે સરક્યું, કરો નજર આજના Gainer અને Loser Stocks ઉપર

 

 

Published On - 11:18 am, Wed, 11 August 21

Next Article