Gold Price Today : 5 મહિનાના નીચલા સ્તરે સરક્યું સોનું, જાણો આજે કેટલી સસ્તી થઇ કિંમતી ધાતુ
આજે સતત બીજા દિવસે ડોલર સામે રૂપિયો નબળો પડયો છે. આજે રૂપિયો 17 પૈસાના ઘટાડા સાથે 74.43 પર બંધ થયો હતો. બે ટ્રેડિંગ સેશનમાં રૂપિયો 28 પૈસા ઘટ્યો છે.
Gold Price Today : સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર આજે પણ યથાવત રહ્યો છે. આજે કિંમતી ધાતુની કિંમત ફરી ઘટી છે. દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 176 રૂપિયા ઘટીને 45,110 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું.સોનુ સોમવારે સોનું 45,286 ના સ્તર પર બંધ થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં દબાણ હેઠળ રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું હાલમાં 5 ડોલરના વધારા સાથે 1732 ડોલરના સ્તરે અને ચાંદી અડધા ટકાના વધારા સાથે 23.40 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ કરી રહી છે. એચડીએફસી સિક્યોરિટીઝના તપન પટેલે જણાવ્યું હતું કે આ સમયે સોનું 5 મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયું છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી ચોક્કસપણે લીલા નિશાનમાં દેખાય છે પરંતુ તે હજુ પણ દબાણ હેઠળ છે.
MCX પર સોના અને ચાંદીના ભાવ MCX પર આજે સાંજે 6 વાગે સોનું રૂ 69 ના ઉછાળા સાથે 45955 ના સ્તર પર કારોબાર કરી રહ્યું હતું. ડિસેમ્બરમાં ડિલિવરી માટે સોનું રૂ 122 ના વધારા સાથે રૂ. 46170 પર વેપાર કરી રહ્યું હતું. સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદી 84 રૂપિયા ઘટીને 62553 રૂપિયા અને ડિસેમ્બર ડિલિવરી ચાંદી 36 રૂપિયા ઘટીને 63420 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.
રૂપિયામાં સતત બીજા દિવસે ઘટાડો થયો આજે સતત બીજા દિવસે ડોલર સામે રૂપિયો નબળો પડયો છે. આજે રૂપિયો 17 પૈસાના ઘટાડા સાથે 74.43 પર બંધ થયો હતો. બે ટ્રેડિંગ સેશનમાં રૂપિયો 28 પૈસા ઘટ્યો છે. હાલમાં ડોલર ઇન્ડેક્સ +0.13%ના વધારા સાથે 93.062 ના સ્તર પર છે. 10 વર્ષના યુએસ બોન્ડ ઉપજ +0.38% વધીને 1.322 ટકા છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD 45906.00 +20.00 (0.04%) – રાતે 8:52 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 47700 RAJKOT 999 47720 (સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI 47700 MUMBAI 46280 DELHI 49600 KOLKATA 47700 (સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE 47300 HYDRABAD 47300 PUNE 47700 JAYPUR 477500 PATNA 47700 NAGPUR 46280 (સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI 42063 AMERICA 41498 AUSTRALIA 41559 CHINA 41494 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)
આ પણ વાંચો : IPO Allotment Status : Devyani International IPOના શેરની થઇ રહી છે ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?