Gold Price Today : સોનુ ફરી મોંઘુ થઇ રહ્યું છે , જાણો આજના દુબઈ સહીત દેશ વિદેશના સોનાના ભાવ

|

Aug 17, 2021 | 12:15 PM

ગયા અઠવાડિયે સોનું ઘટીને ચાર મહિનાની નીચી સપાટી 45,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. આ પછી સોનામાં થોડી રિકવરી આવી છે અને ભાવ હવે 10 ગ્રામ પ્રતિ 47,000 ને પાર કરી ગયો છે.

સમાચાર સાંભળો
Gold Price Today : સોનુ ફરી મોંઘુ થઇ રહ્યું છે , જાણો આજના દુબઈ સહીત દેશ વિદેશના સોનાના ભાવ
File Image

Follow us on

ભારતીય વાયદા બજારમાં આજે સોનાના ભાવ(Gold Price Today )માં થોડો ઘટાડો થયો જે બાદમાં ફરી ઉછળ્યો હતો . મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર વાયદો મંગળવારે 0.41% ટકા ઉપર ટ્રેડ થયો હતો. જોકે ચાંદીના ભાવમાં તેજી છે. સપ્ટેમ્બર વાયદા માટે ચાંદીમાં 0.24 ટકા ઉછાળા સાથે વેપાર થયો છે. અગાઉના ટ્રેડિંગ સત્રમાં સોનામાં અસ્થિર વેપારમાં 0.47 ટકાનો વધારો થયો હતો જ્યારે ચાંદી 0.54 ટકા વધી હતી.

ગયા અઠવાડિયે સોનું ઘટીને ચાર મહિનાની નીચી સપાટી 45,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. આ પછી સોનામાં થોડી રિકવરી આવી છે અને ભાવ હવે 10 ગ્રામ પ્રતિ 47,000 ને પાર કરી ગયો છે. ગયા વર્ષે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.

આજની કિંમતી ધાતુની સ્થિતિ
MCX પર ઓક્ટોબર સોનાનો વાયદો આજે 47,235.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામખુલ્યો હતો.તો બીજી તરફ ચાંદીના ભાવ MCX પર સપ્ટેમ્બર ચાંદીનો વાયદો 153 રૂપિયા વધીને 63,610 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હતો.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

સોનામાં ઘટાડાની ચેતવણી
UBS ગ્રુપ દ્વારા સોનાના રોકાણકારોને ચેતવણી આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે કોરોના પછી આર્થિક સુધારાની ગતિ વધી રહી છે. US જોબ માર્કેટ ડેટાની અપેક્ષા કરતા વધુ સારો છે. આ કિસ્સામાં ફેડરલ રિઝર્વ સમય પહેલા વ્યાજ વધારવાનું નક્કી કરી શકે છે. UBS ગ્રુપના કોમોડિટી માર્કેટ નિષ્ણાતો કહે છે કે જો તમે વ્યૂહાત્મક સ્થિતિમાં છો તો આ રોકાણ છોડી દેવું જોઈએ. UBS ગ્રુપના અંદાજ મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1600 ડોલર અને ચાંદી 22 ડોલર સુધી ઘટી શકે છે. તેનાથી વિપરીત, ગોલ્ડમ સચમેન કહે છે કે સોનું ફરી 2000 ડોલરના સ્તર પર પહોંચશે.

ગઈકાલે શું હતી સ્થિતિ
સપ્તાહના પહેલા દિવસે શેરબજાર તેમજ કોમોડિટી બજારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ જોવા મળ્યો હતો. ઓક્ટોબર ડિલિવરી માટે સોનું 47,022.00 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ઉપલા સ્તરે ટ્રેડ થયુ હતું. ડિસેમ્બર ડિલિવરી માટે આ સ્તરે સોનું 47,217.00 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર નજરે પડ્યું હતું. MCX પર ચાંદીના ભાવ પર દબાણ સાથે સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદી રૂ. 216 ઘટીને રૂ 63,022 પ્રતિ કિલોગ્રામ પર અને ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદી રૂ. 179 ઘટીને રૂ. 63786 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD       47420.00  +195.00 (0.41%) –  12:00 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         48968
RAJKOT 999                   48985
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 48930
MUMBAI                  46970
DELHI                      50360
KOLKATA                49200
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           48220
HYDRABAD          48220
PUNE                      48740
JAYPUR                 48350
PATNA                    48740
NAGPUR                46970
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                 43617
AMERICA          42653
AUSTRALIA     42588
CHINA               42639
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Published On - 12:09 pm, Tue, 17 August 21

Next Article