Gold Price Today : સોનાના ભાવ વધ્યા પણ હજુ સર્વોચ્ચ સપાટીથી 9000 રૂપિયા સસ્તું , જાણો શું છે આગામી સમય માટે સોના અંગેના અનુમાન

|

Jul 06, 2021 | 12:48 PM

ગુજરાતમાં આજે સોનુ (Gold Price Today in Gujarat) અમદાવાદ અને રાજકોટમાં 48250 થી 49300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે ટ્રેડ થઇ રહ્યું છે

Gold Price Today : સોનાના ભાવ વધ્યા પણ હજુ સર્વોચ્ચ સપાટીથી 9000 રૂપિયા સસ્તું , જાણો શું છે આગામી સમય માટે સોના અંગેના અનુમાન
Symbolic Image

Follow us on

આજે સોનુ મોંઘુ થયું છે. MCX પર સોનાનો વાયદો 0.7 ટકા વધીને બે અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરે 10 ગ્રામ દીઠ 47,681 રૂપિયા પર ઉપલા સ્તરે દેખાયું હતું . આજે સોનુ 47,350 ની સંપત્તિ ઉપર ખુલ્યું હતું.જોકે સોનુ હજુ તેના ઓલ ટાઈમ હાઈ રેકોર્ડથી લગભગ 9000 રૂપિયા સસ્તુ છે. ગુજરાતમાં આજે સોનુ (Gold Price Today in Gujarat) અમદાવાદ અને રાજકોટમાં 48250 થી 49300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે ટ્રેડ થઇ રહ્યું છે

ઉલ્લેખનીય છે કે સોનાએ ઓગસ્ટ 2020 માં સર્વોચ્ચ સપાટીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સપાટીએથી લપસ્યા બાદ સોનાએ હજુ સુધી રેકોર્ડ સપાટીને સ્પર્શી નથી. આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનામાં તેજી જોવા મળી રહી છે. અમેરિકામાં સોનું પ્રતિ ઔંસ 7.33 ડોલરના ઉછાળા સાથે 1798.73 ની સપાટી પણ કારોબાર કરી રહ્યું છે.

સોનામાં કેમ આવ્યો ઉછાળો?
એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે ડોલરની નબળાઇના કારણે લોકોએ સોનામાં ખરીદી કરી હતી. માંગ વધવાથી સોનાના ભાવને ટેકો મળ્યો છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના વીપી કોમોડિટી રિસર્ચ, નવનીત દમાનીએ જણાવ્યું હતું કે ડોલરમાં ઘટાડો અને કોવિડ -19 ના નવા વેરિયન્ટ વિશે ડરને કારણે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મિસ્ડ કોલથી રેટ જાણી શકાશે
તમે ઘરે બેઠા બેઠા આ ગોલ્ડ રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર માત્ર એક મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ જાણી શકો છો.

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD      47653.00   +354.00 (0.75%) – બપોરે  12.00 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999     49250
RAJKOT 999               49270
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 48980
MUMBAI                  47440
DELHI                      50510
KOLKATA                49620
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           48440
HYDRABAD          48440
PUNE                      47440
JAYPUR                 50510
PATNA                    47440
NAGPUR                47440
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                43992
AMERICA          42946
AUSTRALIA      42978
CHINA               42991
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Published On - 12:48 pm, Tue, 6 July 21

Next Article