Gold Price Today : સોનું ફરી 52000 ની સપાટીને સ્પર્શે તેવા એંધાણ, જાણો આજનો દેશ વિદેશનો સોનાનો ભાવ

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં નબળા વલણ સાથે રૂપિયાના મૂલ્યમાં થયેલા સુધારાને કારણે બુધવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવ રૂ. 13 ઘટીને રૂ. 50,935 પ્રતિ 10 ગ્રામ થયા હતા.

Gold Price Today : સોનું ફરી 52000 ની સપાટીને સ્પર્શે તેવા એંધાણ, જાણો આજનો દેશ વિદેશનો સોનાનો ભાવ
gold price today
| Edited By: | Updated on: May 26, 2022 | 1:59 PM

Gold Price Today: સુસ્ત વૈશ્વિક સંકેતોને કારણે  ગઈકાલે ભારતીય બજારોમાં સોના(Gold Price) અને ચાંદીના ભાવ(Silver Price) નબળા રહ્યા હતા. ટ્રેઝરી યીલ્ડમાં વધારો થવાને કારણે સોનાના વાયદામાં ઘટાડો થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર જૂન ફ્યુચરમાં સોનું (24 કેરેટ સોનું) 0.12 ટકા ઘટ્યું હતું.  જુલાઈ વાયદા ચાંદીના ભાવમાં 0.28 ટકાનો ઘટાડો નોંધાયો હતો. યુએસ ફેડરલ રિઝર્વે પણ જૂન-જુલાઈની બેઠકમાં દરમાં ઓછામાં ઓછો 0.50 ટકાનો વધારો કરવાનો સંકેત આપ્યો છે. તેનાથી સોના પર દબાણ વધ્યું છે. વૈશ્વિક બજારમાં સોનું આજે 1850 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. અન્ય કિંમતી ધાતુઓમાં હાજર ચાંદી 0.5 ટકા ઘટીને 21.86 ડોલર પ્રતિ ઔંસ રહી હતી.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર જૂન ફ્યુચર સોનું રૂ. 60 અથવા 0.12 ટકાના ઘટાડા સાથે રૂ. 50,759 પ્રતિ 10 ગ્રામ થયું હતું જ્યારે જુલાઈ વાયદો ચાંદી રૂ. 172 અથવા 0.28 ટકાના ઘટાડા સાથે રૂ. 61,362 પ્રતિ કિલો છે.

વિશ્વના સૌથી મોટા ગોલ્ડ-આધારિત એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ SPDR ગોલ્ડ ટર્સ્ટનું હોલ્ડિંગ બુધવારે 0.2 ટકા વધીને 1,069.81 ટન થયું હતું. મંગળવારે હોલ્ડિંગ 1,068.07 ટન હતું.  ટૂંકા ગાળાના યુએસ વ્યાજ દરો અને બોન્ડ યીલ્ડ બુલિયન હોલ્ડિંગની તક ખર્ચમાં વધારો કરે છે. જો કે નાણાકીય કટોકટી દરમિયાન સોનાને સુરક્ષિત સ્થાન તરીકે જોવામાં આવે છે.

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં નબળા વલણ સાથે રૂપિયાના મૂલ્યમાં થયેલા સુધારાને કારણે બુધવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવ રૂ. 13 ઘટીને રૂ. 50,935 પ્રતિ 10 ગ્રામ થયા હતા. તેના કારણે અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું 50,948 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

સોનાની કિંમત 52 હજાર સુધી જઈ શકે છે

મોંઘવારી સામે હેજિંગ માટે સોનાની માંગ વધી શકે છે. યુક્રેન પર હુમલાને કારણે રશિયા પર યુરોપિયન યુનિયનના પ્રતિબંધોથી વૈશ્વિક બજારમાં તેલની કિંમતો વધુ વધી શકે છે. ચીનમાં લોકડાઉનમાં છૂટછાટ સાથે તેલની માંગમાં વધુ વધારો થવાની ધારણા છે. આ કારણે મોંઘવારીમાં ઉછાળો આવી શકે છે, જેના કારણે સોનાની કિંમતમાં વધારો થવાની ધારણા છે. જો ભાવ વધે તો સ્થાનિક બજારમાં સોનું 52,100ના સ્તરે પહોંચી શકે છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD : 50772.00      -47.00 (-0.09%) –  1:47 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52580
Rajkot 52600
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51980
Mumbai 51980
Delhi 51980
Kolkata 51980
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 47038
USA 46197
Australia 46058
China 46083
(Source : goldpriceindia)

 

 

Published On - 1:58 pm, Thu, 26 May 22