Gold Price Today : ગુજરાતમાં સોનું 50 હજાર નજીક પહોંચ્યું , જાણો આજના લેટેસ્ટ ભાવ

|

Jul 14, 2021 | 11:50 AM

ભારત સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond) અંતર્ગત સસ્તુ પણ શુદ્ધતાની ખાતરી વાળું સોનું વેચાણ માટે મૂકી રહી છે.MCX પર 10 ગ્રામ સોનાના ભાવમાં ઉછાળા સાથે 48000 રૂપિયાના સ્તરે પહોંચ્યા હતા.

Gold Price Today : ગુજરાતમાં સોનું  50 હજાર નજીક પહોંચ્યું , જાણો આજના લેટેસ્ટ ભાવ
Symbolic Image

Follow us on

આજે સોનાના ભાવ(Gold Price Today)માં ઉછાળો આવ્યો છે. MCX પર 10 ગ્રામ સોનાના ભાવમાં ઉછાળા સાથે 48000 રૂપિયાના સ્તરે પહોંચ્યા હતા. આજે ઓગસ્ટ ડિલિવરી માટેનું સોનું આશરે 100 રૂપિયાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. ગુડ રિટર્ન વેબસાઈટ અનુસાર ૨૨ કેરેટ સોનુ પ્રતિ ૧૦ ગ્રામ 46900 રૂપિયા અને ૨૪ કેરેટ સોનુ 47900 ના ભાવે ટ્રેડ થઇ રહ્યું છે. આ કિંમત સિવાય તમારે ટેક્સ અલગથી ચૂકવવાના રહેશે.

હજુ રેકોર્ડ સ્તરથી ઘણું સસ્તું છે સોનુ
વર્ષ 2020 ની વાત કરીએ તો, એમસીએક્સ પર 10 ગ્રામ સોનાનો ભાવ પાછલા વર્ષના સમાન ગાળામાં સૌથી વધુ 56191 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. આજે એમસીએક્સ પર સોનાનો ઓગસ્ટ વાયદો 10 ગ્રામ દીઠ રૂ. 47,981 ના સ્તરે છે એટલે કે, રેકોર્ડ સ્તર કરતા સોનું ઘણું સસ્તું છે.

Sovereign Gold Bond દ્વારા સસ્તું સોનુ ખરીદવાની તક
સસ્તુ સોનું(GOLD) ખરીદવા માટે હાલ ઉત્તમ તક ઉપલબ્ધ થઈ રહી છે. ભારત સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond) અંતર્ગત સસ્તુ પણ શુદ્ધતાની ખાતરી વાળું સોનું વેચાણ માટે મૂકી રહી છે. શુદ્ધ સોનું સસ્તુ ખરીદવા માંગતા હોય તો આજેજ આ સ્કીમનો લાભ લો,૧૬ જુલાઈ સુધી સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond)સ્કીમ ખુલ્લી મુકાઈ રહી છે. આ સ્કીમ 24 કેરેટ સોનું ખરીદવા માટે તક આપે છે. આ સોનું ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) વેચાણ કરે છે. સ્કીમની જાહેરાત સાથે RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD            47996.00  +107.00 (0.22%) – સવારે   11.45 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999     49570
RAJKOT 999               49590
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 49340
MUMBAI                  47900
DELHI                      51210
KOLKATA                50010
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           48990
HYDRABAD          48990
PUNE                      47900
JAYPUR                 51210
PATNA                    47900
NAGPUR                47900
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                44521
AMERICA          43432
AUSTRALIA      43371
CHINA               43430
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

 

Next Article