Gold Price Today : સોનું સર્વોચ્ચ સપાટીથી 10 હજાર રૂપિયા સસ્તું થયું, જાણો કિંમતી ધાતુમાં રોકાણ અંગે નિષ્ણાંતોની શું છે સલાહ

|

Sep 22, 2021 | 11:48 AM

નિષ્ણાતોના મતે MCX પર સોનું 46800-47055 ની વચ્ચે રહી શકે છે. બીજી બાજુ, ચાંદી 61000-61400 ના સ્તરે બીજ રહે તેવી શક્યતા છે. નિષ્ણાતો 61200 ના ટાર્ગેટ માટે 59400 ના સ્ટોપલોસ સાથે 59,900 ની નજીક ચાંદી ખરીદવાનું સૂચન કરી રહ્યા છે.

સમાચાર સાંભળો
Gold Price Today : સોનું સર્વોચ્ચ સપાટીથી 10 હજાર રૂપિયા સસ્તું થયું, જાણો કિંમતી ધાતુમાં રોકાણ અંગે નિષ્ણાંતોની શું છે સલાહ
Gold Price Today

Follow us on

ફેડ રેટના નિર્ણય પહેલા આજે ભારતીય બજારોમાં સોનાના ભાવ(Gold price today)  પર અસર પડી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો વાયદો 10 ગ્રામ દીઠ 46,716 પર વેપાર કરી રહ્યો છે. સપ્ટેમ્બર માટે ચાંદીનો વાયદો 0.71 ટકા વધીને 60,870 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે. છેલ્લા સત્રમાં સોનું 0.7 ટકા અને ચાંદી 1.2 ટકા વધ્યું હતું. ગયા વર્ષે સોનું રૂ. 56,000 ની વિક્રમી સપાટીએ હતું તેથી રેકોર્ડ સ્તર કરતાં સોનું 10,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

યુએસ ફેડ પોલિસી નિર્ણય પહેલા વૈશ્વિક બજારોમાં સોનાના દર આજે સપાટ હતા. ચાઇના એવરગ્રાન્ડે દેવાની કટોકટીને કારણે ઉભી થયેલી અનિશ્ચિતતાએ પણ નીચા સ્તરે સોનાને ટેકો આપ્યો હતો. સ્પોટ ગોલ્ડ 1,775.63 ડોલર પ્રતિ ઔંસ છે.

રોકાણ માટે યોગ્ય સમય
નિષ્ણાતોના મતે MCX પર સોનું 46800-47055 ની વચ્ચે રહી શકે છે. બીજી બાજુ, ચાંદી 61000-61400 ના સ્તરે બીજ રહે તેવી શક્યતા છે. નિષ્ણાતો 61200 ના ટાર્ગેટ માટે 59400 ના સ્ટોપલોસ સાથે 59,900 ની નજીક ચાંદી ખરીદવાનું સૂચન કરી રહ્યા છે. તે જ સમયે, બજારના નિષ્ણાતોના મતે સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મિસ્ડ કોલ આપીને સોનાનો દર જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે, તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD    46680.00  +42.00 (0.09%) –  11:32 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         48298
RAJKOT 999                   48318
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 48110
MUMBAI                  46340
DELHI                      49810
KOLKATA                48260
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           47840
HYDRABAD          47840
PUNE                      47830
JAYPUR                 47710
PATNA                    47830
NAGPUR                46340
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                 43021
AMERICA           42169
AUSTRALIA      42182
CHINA                42180
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતની ચકાસણી જ નહિ પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે.

 

આ પણ વાંચો : Stock Update : પ્રારંભિક ઉતાર – ચઢાવ વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

 

આ પણ વાંચો : હવે રાશનની દુકાનો પર માત્ર અનાજનું વિતરણ નહીં પણ પાન કાર્ડ, મતદાર કાર્ડ અને બિલ પેમેન્ટ થશે ! જાણો કઈ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ થશે

Next Article