Gold Price: સોનુ આગામી 5 વર્ષમાં 90,000 ને પાર પહોંચે તેવો અંદાજ, ફંડ મેનેજર કંપનીએ કરી આગાહી

|

Aug 03, 2021 | 9:13 AM

કોરોના વાયરસ (Corona Virus)સામે રસીકરણની ગતિમાં વધારા સાથે વિશ્વભરમાં સોનાના ભાવ (Gold Prices)માં ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે. દરમિયાન ૨૫ કરોડના ક્વાડ્રિગા ઇગ્નીયો ફંડ(Quadriga Igneo Fund) મેનેજ કરનાર ડિએગો પૈરીલાએ આગાહી કરી છે કે આગામી 3-5 વર્ષમાં સોનાના ભાવ બમણા થશે. આ દરમિયાન સોનાની આંતરરાષ્ટ્રીય કિંમત ઔંસ દીઠ 3000 થી 5000 ડોલર સુધી પહોંચી […]

Gold Price: સોનુ આગામી 5 વર્ષમાં 90,000 ને પાર પહોંચે તેવો અંદાજ, ફંડ મેનેજર કંપનીએ કરી આગાહી
symbolic image

Follow us on

કોરોના વાયરસ (Corona Virus)સામે રસીકરણની ગતિમાં વધારા સાથે વિશ્વભરમાં સોનાના ભાવ (Gold Prices)માં ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે. દરમિયાન ૨૫ કરોડના ક્વાડ્રિગા ઇગ્નીયો ફંડ(Quadriga Igneo Fund) મેનેજ કરનાર ડિએગો પૈરીલાએ આગાહી કરી છે કે આગામી 3-5 વર્ષમાં સોનાના ભાવ બમણા થશે.

આ દરમિયાન સોનાની આંતરરાષ્ટ્રીય કિંમત ઔંસ દીઠ 3000 થી 5000 ડોલર સુધી પહોંચી શકે છે. ફંડ મેનેજરનું કહેવું છે કે ઘણા દેશોમાં રાહત પેકેજ ની જાહેરાતના કારણે રોકાણકારોને કેન્દ્રીય બેંકો દ્વારા પડતી મુશ્કેલીઓ વિશે વધારે જાણકારી નથી. તેથી સોનાના ભાવ સતત વધતા રહેશે.

કેન્દ્રીય બેંકો માટે સામાન્ય સ્થિતિમાં પરત ફરવું મુશ્કેલ બનશે
ફંડ મેનેજરે જણાવ્યું હતું કે નબળી નાણાકીય અને રાજકોષીય નીતિઓના કારણે લાંબા ગાળાના નુકસાન અંગે રોકાણકારોમાં વધારે જાગૃતિ નથી. તેમણે કહ્યું કે વ્યાજદર ઓછો રાખવાથી આવા Asset Bubble સર્જાય છે, જે ફૂટવા મુશ્કેલ છે. કેન્દ્રીય બેંકો માટે સામાન્ય સ્થિતિમાં પરત ફરવું મુશ્કેલ બનશે. ડિએગો પેરિલા કહે છે કે સોનામાં તેજીના તમામ કારણો મજબૂત છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રોગચાળાને કારણે 2020 દરમિયાન વિશ્વભરમાં ભારે નુકસાન વચ્ચે સોનું 2,075.47 ડોલર પ્રતિ ઔંસની સર્વોચ્ચ ઉંચાઈએ પહોંચ્યું હતું. જો કે છેલ્લા કેટલાક સપ્તાહથી તે 1,800 ડોલર પ્રતિ ઔંસ આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે.

૧૦ ગ્રામ સોનું રૂ 90000 સુધી પહોંચી શકે છે
અમેરિકામાં ફેડરલ રિઝર્વે નીતિને કડક બનાવવાના સંકેત આપ્યા બાદ જૂન 2021 માં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ડિએગો માને છે કે કેન્દ્રીય બેંકોનું પરિસ્થિતિ પર એટલું જ નિયંત્રણ નથી જેટલું લોકો વિચારી રહ્યા છે. ડિએગોએ અગાઉ 2016 માં પાંચ વર્ષમાં સોનાને નવી ઉપલી સપાટીએ પહોંચવાની આગાહી કરી હતી. ડિએગોએ ગોલ્ડમેન સૈક્સ અને બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચ સાથે કામ કર્યું છે. ફંડ મેનેજર પાસે કિંમતી ધાતુઓના વ્યવસાયમાં 25 વર્ષથી વધુનો અનુભવ છે.

હવે જો આપણે ભારતના દૃષ્ટિકોણથી ડિએગોના અંદાજને સમજીએ તો આગામી 5 વર્ષમાં સોનાના ભાવ 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી પાર કરી શકે છે.

આ પણ વાંચો: Fortune 500 Global List: Mukesh Ambami ની RIL ટોચની 100 કંપનીઓની યાદીમાંથી બહાર ફેંકાઈ, SBIના સ્થાનમાં16 ક્રમનો ઉછાળો

આ પણ વાંચો: Jammu Kashmir પોલીસે જાહેર કર્યુ ટોપ મોસ્ટ 10 આતંકવાદીનું લીસ્ટ, જાણો કોણ છે ઘાટીમાં આતંક ફેલાવનારા

 

Next Article