Gold : ધનતેરસે લોકો અધધ… સોનું ખરીદ્યું! એક જ દિવસમાં 1500000 તોલા સોનાના દાગીનાનું થયું વેચાણ, 24 કલાકમાં 75 હજાર કરોડનો થયો કારોબાર

|

Nov 03, 2021 | 8:40 AM

જ્વેલરીની દુકાનોમાં ગ્રાહકોનો ધસારો વધ્યો હતો, જે ઑફલાઇન શોપિંગ તરફ ગ્રાહકો વળ્યાં હોવાનો સંકેત આપે છે. એક વર્ષ પહેલાની સરખામણીએ સ્ટોર પર જનારા અને ખરીદી કરનારા ગ્રાહકોની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે.

Gold : ધનતેરસે લોકો અધધ... સોનું ખરીદ્યું! એક જ દિવસમાં 1500000 તોલા સોનાના દાગીનાનું થયું વેચાણ, 24 કલાકમાં 75 હજાર કરોડનો થયો કારોબાર
dhan teras gold shopping

Follow us on

બજારોમાં દિવાળી પહેલા ધનતેરસની સકારાત્મક શરૂઆત થઈ હતી અને સોનાના આભૂષણો અને સિક્કાઓનું વેચાણ કોવિડ પહેલાના સ્તરે પહોંચ્યું હતું,રોગચાળાની ઘટતી ચિંતા અને માંગમાં ઉછાળા સાથે ગ્રાહકોની ભીડ સોનું ખરીદવા માટે બજારમાં દેખાઈ હતી. ધનતેરસ પર દેશભરમાં સોનાનું આશરે રૂ 75,000 કરોડનું વેચાણ થયું હતું જે મુજબ લગભગ 15 ટન સોનાના દાગીના વેચાયા હોવાનું મનાય છે.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ કહ્યું કે જ્વેલરી ઉદ્યોગ રોગચાળાની મંદીમાંથી બહાર આવ્યો છે. CAITએ જણાવ્યું હતું કે આમાં દિલ્હીમાં આશરે રૂ. 1,000 કરોડ, મહારાષ્ટ્રમાં આશરે રૂ. 1,500 કરોડ, ઉત્તર પ્રદેશમાં આશરે રૂ. 600 કરોડના અંદાજિત વેચાણનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં વેચાણ આશરે રૂ. 2,000 કરોડ હોવાનો અંદાજ છે.

ઓછા વજનના સોનાના ઘરેણાના વેચાણમાં વધારો
ધનતેરસના દિવસે ખરીદીમાં તેજી આવી હતી, ખાસ કરીને હલકા વજનના સોનાના ઉત્પાદનોમાં સોનાના ભાવ ઓગસ્ટના રૂ 57,000 પ્રતિ 10 ગ્રામના વિક્રમી સ્તર કરતા પ્રમાણમાં નરમ હતા, જેમાં સ્ટોરમાં અને ઓનલાઈન વેચાણમાં વધારો થયો હતો.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

હિંદુ માન્યતા અનુસાર ધનતેરસને કિંમતી ધાતુઓથી લઈને વાસણોની ખરીદી માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે.

ગ્રાહકોની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે
જ્વેલરીની દુકાનોમાં ગ્રાહકોનો ધસારો વધ્યો હતો, જે ઑફલાઇન શોપિંગ તરફ ગ્રાહકો વળ્યાં હોવાનો સંકેત આપે છે. એક વર્ષ પહેલાની સરખામણીએ સ્ટોર પર જનારા અને ખરીદી કરનારા ગ્રાહકોની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના પ્રાદેશિક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (ભારત) સોમસુંદરમ પીઆરએ જણાવ્યું હતું કે, “ઘટેલી માંગ, ભાવમાં નરમાશ અને સારા ચોમાસાની સાથે સાથે લોકડાઉન પ્રતિબંધોમાં છૂટછાટથી માંગને વેગ મળવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે આ ત્રિમાસિક સમયગાળો તાજેતરના વર્ષોમાં શ્રેષ્ઠ સમય રહેશે.

દિલ્હી સ્થિત કંપની પીસી જ્વેલર્સના મેનેજિંગ ડિરેક્ટર બલરામ ગર્ગે જણાવ્યું હતું કે આ ધનતેરસ દરમિયાન માંગ ગયા વર્ષની સરખામણીએ ઘણી સારી છે. તેણે કહ્યું, અત્યાર સુધી અમારા શોરૂમમાં લોકોની ભીડ સારી હતી. ગ્રાહકો હલકા વજનની જ્વેલરી ખરીદી રહ્યા છે.

જાણીતી કંપની નેમીચંદ બમલવા એન્ડ સન્સના કો ફાઉન્ડર બચરાજ બમલવાએ પણ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ગ્રાહકોએ રોગચાળાને કારણે ખરીદી કરી ન હતી અને હવે પરિસ્થિતિ સામાન્ય થઈ જતાં લોકો બહાર નીકળી રહ્યા છે અને ખરીદી કરી રહ્યા છે.

આ પણ વાંચો :  શું તમને ખબર છે તમારા ખિસ્સામાં રહેતી ચલણી નોટ કાગળની બનેલી નથી! જાણો ભારતીય ચલણ અંગેના Interesting Facts

આ પણ વાંચો : તમે સાંભળ્યું હશે યોગ કરો નિરોગી રહો પણ હવે યોગ કરનારને આર્થિક લાભ મળશે, જાણો કઈ રીતે?

Published On - 8:39 am, Wed, 3 November 21

Next Article