GOLD: બજેટની જાહેરાત બાદ સોનાંના ભાવ ઘટ્યા, જાણો ગુજરાતમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે સોનું

|

Feb 02, 2021 | 1:28 PM

Gold price latest : આજે મંગળવારે સોના અને ચાંદીના ભાવોમાં ભારતીય બજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે સરકારે Budget 2021-22માં ધાતુઓ પર આયાત ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. આ પગલું સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓની કિંમતો ઘટાડવામાં મદદ કરશે અને રત્ન તેમજ ઝવેરાતની નિકાસને વેગ મળશે.

GOLD: બજેટની જાહેરાત બાદ સોનાંના ભાવ ઘટ્યા, જાણો ગુજરાતમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે સોનું
સોનાના દામ ફરી વધવા લાગ્યા છે.

Follow us on

Gold price latest : આજે મંગળવારે સોના અને ચાંદીના ભાવોમાં ભારતીય બજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે સરકારે Budget 2021-22માં ધાતુઓ પર આયાત ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. આ પગલું સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓની કિંમતો ઘટાડવામાં મદદ કરશે અને રત્ન તેમજ ઝવેરાતની નિકાસને વેગ મળશે. ઉલ્લેખનીય છે કે, સોના અને ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને 7.5ટકા કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
શહેર                          સવારે ૯ વાગે      બપોરે ૧ વાગે
AHMEDABAD 999   50284              49934
RAJKOT 999             50304              49955
(સોર્સ આરવ બુલિયન)

“સોના અને ચાંદી હાલમાં 12.5 ટકાની બેઝિક કસ્ટમ ડ્યુટી છે. જુલાઈ 2019 માં ડ્યુટી 10 ટકાથી વધારવામાં આવી હોવાથી કિંમતી ધાતુઓની કિંમતોમાં તીવ્ર વધારો થયો છે. કિંમતોને પહેલાના સ્તરોની નજીક લાવવા, અમે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટીને તર્કસંગત બનાવી રહ્યા છીએ, ” નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતી વખતે કહ્યું હતું.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર, સોનાનો વાયદો 10 ગ્રામ દીઠ 0.6% ઘટીને રૂ. 48,438, જ્યારે ચાંદીનો વાયદો 2 ટકાથી નીચે ઘટીને 72,009 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

સોમવારે સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં સોનું રૂ 1,324 ઘટીને રૂ 47,520 પર પ્રતિ 10 ગ્રામ હતું. અગાઉના કારોબારમાં ચાંદી રૂ 3,461 ના ઉછાળા સાથે પ્રતિ કિલોગ્રામ રૂ. 72,470 પર પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઔંસ દીઠ ૧,871 ડોલરનો અને ચાંદીનો ભાવ પણ ઔંસના 29.88 ડોલર સાથે કારોબાર કરી રહ્યો હતો.

કોમોડિટીના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, “આયાત ડ્યુટીમાં ઘટાડાને લગતી બજેટની જાહેરાતમાં 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા થવાથી સોનાની કિંમત ઘટવા લાગી છે. કિંમતો, દાણચોરી અને અન્ય પરિબળો ઉપર નિયંત્ર મેળવવા પગલું ભરવામાં આવ્યું હોવાનું મનાય છે. ”

Next Article