સોનું રેકોર્ડ ઉંચાઈએથી 4000 રૂપિયા સસ્તું થયું, ફેડ રેટમાં વધારા બાદ શું ખરીદવું જોઈએ Gold?

|

Mar 20, 2022 | 12:00 PM

કોમોડિટી માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, યુએસ ફેડ(US Fed Rate)ના વ્યાજ દરમાં તાજેતરમાં 0.25 ટકાનો વધારો અને ફુગાવા(Inflation)ના દબાણને ઓછું કરવા માટે 2022 દરમિયાન વ્યાજદરમાં વધારો થવાનો સંકેત મળ્યો છે.

સોનું રેકોર્ડ ઉંચાઈએથી 4000 રૂપિયા સસ્તું થયું, ફેડ રેટમાં વધારા બાદ શું ખરીદવું જોઈએ Gold?
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

સોનાના ભાવ (Gold Price)માં રેકોર્ડ ઉંચાઈએથી મોટો ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સોનાની કિંમત 55,558 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીથી લગભગ 4000 રૂપિયા ઘટી ગઈ છે. શુક્રવારે, MCX પર સોનાની કિંમત 51,475ના સ્તર પર બંધ થઈ, જે ગુરુવારના બંધ ભાવ કરતાં 0.33 ટકા નીચી છે. સોનાનો હાજર ભાવ પણ 1.10 ટકા ઘટીને 1921 ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ રહ્યો હતો. કોમોડિટી માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર યુએસ ફેડ(US Fed Rate)ના વ્યાજ દરમાં તાજેતરમાં 0.25 ટકાનો વધારો અને ફુગાવા (Inflation)ના દબાણને ઓછું કરવા માટે 2022 દરમિયાન વ્યાજદરમાં વધારો થવાનો સંકેત મળ્યો છે. જેના કારણે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો થયો છે.

જોકે નિષ્ણાતોના મતે રશિયા પર ચાલી રહેલા આર્થિક પ્રતિબંધોને કારણે સપ્લાય ચેઈનની સમસ્યા વધશે અને મોંઘવારી પણ વધશે. તેથી સોનાના ખરીદદારોને ‘બાય ઓન ડીપ્સ’ પર ખરીદવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે MCX પર સોનાની કિંમત 48,800 રૂપિયાનો સપોર્ટ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે સોનાના ભાવમાં ટૂંકા ગાળામાં થોડું દબાણ જોવા મળી શકે છે, પરંતુ મધ્યમથી લાંબા ગાળામાં તેનો અંદાજ હકારાત્મક જોવા મળી રહ્યો છે.

લાઈવ મિન્ટે રેલિગેર બ્રોકિંગ લિમિટેડના વાઈસ પ્રેસિડેન્ટ- કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ સુગંધા સચદેવાએ જણાવ્યું કે રશિયા-યુક્રેન કટોકટી નરમ પડવાને કારણે સોનાના ભાવે તાજેતરના મોટા ભાગના લાભો ગુમાવ્યા છે, જેથી કિંમતી ધાતુના સુરક્ષિત આશ્રયની અપીલ ઓછી થઈ ગઈ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ ઉપરાંત ફેડેે ત્રણ વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. ફુગાવાના દબાણને ઘટાડવા માટે 2022 દરમિયાન વ્યાજદરમાં ઘટાડો કરવાની ફેડની આક્રમક નીતિએ સોના પર દબાણ કર્યું છે. ઊંચા વ્યાજ દરો સોના માટે નકારાત્મક છે કારણ કે તે બિન-વ્યાજ ધરાવતું સોનું રાખવાના અવસર ખર્ચમાં વધારો કરે છે.

વ્યાજદરમાં વધારા અંગે યુએસ ફેડના કડક વલણ છતાં ફુગાવાનું દબાણ ચાલુ રહેવાની અપેક્ષા રાખતા રેલિગેર બ્રોકિંગના સુગંધા સચદેવાએ જણાવ્યું હતું કે “બજારો એ હકીકતને અવગણી શકે નહીં કે રશિયા પર ચાલુ આર્થિક પ્રતિબંધો સપ્લાય ચેઈન અવરોધો વધારશે અને વધતી કિંમતોના દબાવનું કારણ બનશે.” વધતા ફુગાવાને રોકવા માટે કેન્દ્રીય બેંક વ્યાજદરમાં ખૂબ જ તીવ્ર વધારો કરી શકે છે, જે આર્થિક વૃદ્ધિના અંદાજને વધુ નબળો પાડી શકે છે અને સોનામાં રોકાણની અપીલમાં વધારો કરી શકે છે.

આ પણ વાંચો: ખરાબ ક્રેડિટ સ્કોરની સાઈડ ઈફેક્ટ શું છે? જાણો 5 મોટા ગેરફાયદા

આ પણ વાંચો: Tech News: અમેરિકાએ સાયબર હુમલાની ચેતવણી આપી, આ વસ્તુઓ કરી શકે છે નુકસાન

Next Article