Gold And Silver Price Today : સોના – ચાંદીની કિંમતમાં ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ રેટ

Gold And Silver Price Today : વૈશ્વિક બુલિયન માર્કેટમાં ચમકને કારણે ભારતીય બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સવારે 10.30 વાગે MCX પર સોનાની કિંમત(Gold Price Today)  128 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. વાયદા બજારમાં 10 ગ્રામની કિંમત રૂ.58435ના ભાવે ટ્રેડ થઈ રહી છે.

Gold And Silver Price Today : સોના - ચાંદીની કિંમતમાં ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ રેટ
| Edited By: | Updated on: Jun 26, 2023 | 10:54 AM

Gold And Silver Price Today : વૈશ્વિક બુલિયન માર્કેટમાં ચમકને કારણે ભારતીય બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સવારે 10.30 વાગે MCX પર સોનાની કિંમત(Gold Price Today)  128 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. વાયદા બજારમાં 10 ગ્રામની કિંમત રૂ.58435ના ભાવે ટ્રેડ થઈ રહી છે. MCX પર ચાંદીની કિંમત (Silver Price Today) પણ લગભગ રૂ.777મોંઘી થઈ ગઈ છે. એક કિલોની કિંમત રૂપિયા 68860માં વેચાઈ રહી છે. બુલિયન માર્કેટના નિષ્ણાંતો અનુસાર આગામી સમયમાં   સોનાની કિંમત વર્તમાન સ્તરથી 3-4 ટકા ઘટી શકે છે અને તે પછીના સમયગાળામાં તે વધુ નબળી રહી શકે છે.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :   68868.00 +785.00 (1.15%) (Updated at June 26, 2023 -10:43)
MCX SILVER  :  58433.00 +126.00 (0.22%) (Updated at June 26, 2023 -10:35)
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 60398
Rajkot 60418
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 59670
Mumbai 59280
Delhi 59430
Kolkata 59280

આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાની કિંમત ઔંસ દીઠ $1936 પર ટ્રેડ થઈ રહી છે. ચાંદી પણ લગભગ 2 ટકાની મજબૂતાઈ સાથે $23ની નજીક ટ્રેડ કરી રહી છે. કોમેક્સ પર કિંમત ઔંસ દીઠ $22.77 પર ટ્રેડ થઈ રહી છે. આ કારણે ગયા સપ્તાહે સોનામાં 2% અને ચાંદીમાં 7.5% નો સાપ્તાહિક ઘટાડો નોંધાયો હતો. જેના કારણે સોના અને ચાંદીના ભાવ 3 મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા હતા.

સોના-ચાંદી અંગે નિષ્ણાતોનો અભિપ્રાય

મોતીલાલ ઓસવાલ કોમોડિટીના અમિત સજેજાના જણાવ્યા અનુસાર, સોનું રૂ. 58300ના ભાવે ખરીદો. સ્ટોક પર 58900 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ માટે રૂ.58050નો સ્ટોપલોસ રાખો. તેમણે રૂ. 67900ના સ્ટોપલોસ સાથે એમસીએક્સ સિલ્વર પર બાય ઓપિનિયન પણ આપ્યું છે. આ સાથે 70000 રૂપિયાનો ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે.

શું સોનું ખરીદવાનો હાલ યોગ્ય સમય છે?

સોનું ખરીદવાનો આ સારો સમય છે કારણ કે ડાઉનસાઈડ મર્યાદિત છે અને લાંબા ગાળાનું વિઝન હજુ પણ તેજીનું છે કારણ કે દરોમાં ભારે વધારો 2023ના અંત સુધીમાં અર્થતંત્રને મંદી તરફ લઈ જશે તેવી અપેક્ષા છે. તેથી સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળી શકે છે. વાસ્તવમાં, અર્થવ્યવસ્થાના નબળા પડવાના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળે છે અને સોનાની માંગ વધે છે જેના કારણે ભાવમાં ફેરફાર જોવા છે.